GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: રાજકોટ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૬ ઓગસ્ટે યોજાશે

તા.૩૧/૭/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારે નાગરીકોના ગ્રામ્ય કક્ષા કે તાલુકા કક્ષાના પ્રશ્નોના અસરકારક અને ન્યાયિક ઉકેલ માટે તાલુકા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અમલી કર્યો છે. જે અંતર્ગત રાજકોટ તાલુકા માટે તાલુકા કક્ષાના, ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તારના પ્રશ્નો માટે આગામી તા. ૨૬/૦૮/૨૦૨૫ મંગળવારના રોજ રાજકોટ મામલતદાર કચેરી ખાતે મામલતદારશ્રીના અધ્યક્ષસ્થાને તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે, તેમ રાજકોટ કલેકટર કચેરીના જનસંપર્ક અધિકારીની યાદીમાં જણાવાયું છે.



