GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટના વોર્ડ-૧૩માં રોલરથી રોડ સમથળ કરાયા, રૂડા ઓફિસ પાસે પેવર બ્લોક નંખાયા

તા.૯/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ શહેરમાં વરસાદના પગલે માર્ગો પર પડી ગયેલા ખાડા તેમજ તૂટેલા માર્ગોના રિપેરિંગનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

રાજકોટના વોર્ડ-૧૩માં પાઈપલાઈન નાંખ્યા પછી કરાયેલા ખાડાઓને તત્કાલ મેટલથી પૂરીને માથે રોડ રોલર ફેરવીને રોડ સમથળ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઉપરાંત રૂડા ઓફિસ પાસે ખાડાઓમાં પેવર બ્લોક નાંખીને પુરાણ કરીને રોડ સમથળ કરવાની કામગીરી કરાઈ હતી.

Back to top button
error: Content is protected !!