GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારો નિમિત્તે અંદાજીત ૧૦% જેટલા નીચા ભાવે ફરસાણ-મીઠાઈ વેચાશે

તા.૧૨/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અજયભાઈ ઝાપડાની અધ્યક્ષતામાં વેપારીઓ સાથે બેઠકમાં સર્વસમંતિથી નિર્ણય લેવાયો

Rajkot: રાજકોટ જિલ્લા કલેક્ટર શ્રી ડો. ઓમ પ્રકાશે રાજકોટ શહેરના મધ્યમ / જરૂરિયાતમંદ વર્ગના લોકો તા. ૧૩ ઓગસ્ટથી તા. ૧૮ ઓગસ્ટ દરમિયાન જન્માષ્ટમીના તહેવારોને કુટુંબીજનો સાથે આનંદ-ઉલ્લાસથી માણી શકે, તે હેતુસર ફરસાણ, મીઠાઈ તથા લાઈવ ગાંઠીયાનું વ્યાજબી ભાવે વેચાણ કરવા સૂચના આપી છે. જેને અનુલક્ષીને કલેક્ટર કચેરીમાં પુરવઠા શાખા ખાતે ગત તા. ૧૧ ઓગસ્ટના રોજ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અજયભાઈ ઝાપડાની અધ્યક્ષતામાં ફરસાણના વેપારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ચર્ચા-વિચારણા બાદ સર્વસમંતિથી ફરસાણ અને મીઠાઈ તેલના પ્રકાર પ્રમાણે પ્રવર્તમાન બજાર ભાવ કરતા અંદાજીત ૧૦% જેટલા નીચા ભાવે વેચવાનો નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત, જન-આરોગ્યને અનુલક્ષીને વેપારીઓને સ્વચ્છતા જાળવવા, દાઝ્યા તેલનો ઉપયોગ નિયમોની મર્યાદામાં કરવા, ફરસાણમાં સોડીયમ કાર્બોનેટ (ધોવાનો સોડા) અને હાનિકારક રંગીન દ્રવ્યનો ઉપયોગ ન કરવા તેમજ ગુણવત્યુક્ત ફરસાણ અને મીઠાઈ બનાવવાની તકેદારી રાખવા વેપારીઓને સૂચના આપવામાં આવી હતી, તેમ પુરવઠા શાખાની યાદીમાં જણાવાયું છે.

 

લાઈવ ગાંઠીયા, ફરસાણ તથા મીઠાઈના નિયત કરાયેલા દર નીચે મુજબ છે.

લાઈવ ગાંઠીયા

હાલના ભાવ (કિલોગ્રામમાં) : શિંગ તેલમાં – રૂ. ૭૦૦, કપાસિયા તેલમાં – રૂ. ૫૨૦ અને પામોલીન તેલમાં – રૂ. ૪૫૦

તહેવાર નિમિત્તે ભાવ (કિલોગ્રામમાં) : શિંગ તેલમાં – રૂ. ૬૪૦, કપાસિયા તેલમાં – રૂ. ૪૭૦ અને પામોલીન તેલમાં – રૂ. ૪૦૦

ફરસાણ

હાલના ભાવ (કિલોગ્રામમાં) : શિંગ તેલમાં – રૂ. ૫૮૦, કપાસિયા તેલમાં – રૂ. ૪૦૦ અને પામોલીન તેલમાં – રૂ. ૩૨૦

તહેવાર નિમિત્તે ભાવ (કિલોગ્રામમાં) : શિંગ તેલમાં – રૂ. ૫૪૦, કપાસિયા તેલમાં – રૂ. ૩૫૦ અને પામોલીન તેલમાં – રૂ. ૨૮૦

બુંદી લાડુ, લાસા લાડુ, મીઠી બુંદી

હાલના ભાવ (કિલોગ્રામમાં) : રૂ. ૨૪૦

તહેવાર નિમિત્તે ભાવ (કિલોગ્રામમાં) : રૂ. ૨૨૦

મોહનથાળ, મૈસુબ

હાલના ભાવ (કિલોગ્રામમાં) : રૂ. ૨૮૦

તહેવાર નિમિત્તે ભાવ (કિલોગ્રામમાં) : રૂ. ૨૫૦

Back to top button
error: Content is protected !!