Rajkot: રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય શાખાની અનોખી પહેલઃ મલ્ટીપર્પસ હેલ્થ વર્કસનો બદલી કેમ્પ યોજાયો
તા.૨૯/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા અન્વયે ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવતા મલ્ટી પર્પસ હેલ્થ વર્કસનો મેડીકલ કોલેજ ઓડીટોરીયમ ખાતે બદલી કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં આરોગ્ય શાખા હેઠળ ૧૫ ખાલી જગ્યાઓ તે સ્ટેશન સિનીયોરીટી મુજબ પસંદ કરવા માટે ઓપન કરવામાં આવેલુ હતું. એ મુજબ પસંદગી કરવા માટે ચાન્સ આપવામાં આવેલી તે મુજબ કુલ ૩૪ મલ્ટી પર્પસ હેલ્થ વર્કસની માંગણી મુજબ બદલી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતનો આરોગ્ય શાખા દ્વારા એક અનોખી પહેલ કરી અને પારદર્શક વહીવટી ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી ઠુમ્મર અને આરોગ્ય સમિતિના સભ્યશ્રીઓ, જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી પી.કે.સિંગ, આર.સી.એચ.ઓ.શ્રી પોપટ, ઈ.એમ.ઓ.શ્રી અસ્થાના, વહીવટી અધિકારીશ્રી વસાણી સહીત આશરે ૯૮ મલ્ટી પર્પસ હેલ્થ વર્કસ ઉપસ્થિત રહ્યા હતા.