GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “મહિલા અને બાળ આરોગ્ય દિવસ” અંતર્ગત રાજકોટની કર્મયોગી સ્કુલ દ્વારા રેલી યોજાઈ

તા.૮/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

Rajkot: મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી રાજકોટ દ્વારા આયોજિત નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલાઓ સામાજિક, આર્થિક તથા માનસિક રીતે સંપન્ન બને તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે.

આજરોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસ અંતર્ગત રાજકોટની કર્મયોગી સ્કુલ ખાતેથી “બેટી બચાઓ બેટી પઢાઓ”ના નારા સાથે રેલી યોજાઈ હતી. જેમાં શી ટીમ,૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલર, પી.બી.એસ.સી.ના કાઉન્સેલર, સખી વન સ્ટોપ સેન્ટરના કેન્દ્ર સંચાલક જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!