DAHODGUJARAT

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા મોબાઈલ મેડિકલ વાન દ્વારા ચેકઅપ સારવાર અને દવાઓની નિશુલ્ક સેવા શરૂ થશે

તા.૨૬.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા મોબાઈલ મેડિકલ વાન દ્વારા ચેકઅપ સારવાર અને દવાઓની નિશુલ્ક સેવા શરૂ થશે

ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા દ્વારા રાજ્યના આદિજાતિ પ્રભુત્વ ધરાવતા અંતરિયાળ ભૌગોલિકતા ધરાવતા જિલ્લાઓ માં આર ઈ સી ફાઉન્ડેશન દિલ્હીના સહયોગથી મોબાઈલ મેડિકલ યુનિટ નો લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે યોજાયો હતો સ્વતંત્ર સેનાની ભગવાન બિરસા મુંડા ની 150મી જેન્તી વર્ષની ઉજવણી નિમિત્તે આદિજાતિ વિસ્તારના દરેક ઘર સુધી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે આ સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી છે ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા આર ઇ સી ફાઉન્ડેશન દિલ્હીના સહયોગથી શરૂ કરવામાં આવેલી મોબાઇલ મેડિકલવાન દ્વારા વધુમાં વધુ દર્દીઓને આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે લોક સેવા માટે તૈયાર કરાયેલી આ મેડિકલ મોબાઇલ યુનિટ નું નિયંત્રણ જીપીઆર એસ દ્વારા કરાશે આ મેડિકલવાન માં લોકોનું ચેકઅપ કરી વિના મૂલ્ય દવા તથા સારવાર આપવાનું જરૂરિયાતમંદ દર્દીઓની સારવાર ની કામગીરીની સાથે સાથે આરોગ્યની સંભાળ માટે જરૂરી માર્ગદર્શન પણ અપાશે જેમાં આ મોબાઇલ મેડિકલ વાન નું લોકાર્પણ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે યોજવામાં આવ્યું હતું. જેમાં આ મોબાઇલ મેડિકલવાન દાહોદ જિલ્લા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ને પણ ફાળવવામાં આવતા આ મોબાઇલ મેડિકલવાનની ચાવી મુખ્યમંત્રીના હસ્તે જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ,ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા ,માનદ મંત્રી જવાહરભાઈ શાહ તથા સહમંત્રી સાબીર શેખ એ સ્વીકારી હતી. હવેથી આ મોબાઇલ મેડિકલ વાન દ્વારા દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં મેડિકલ વાન દ્વારા લોકોને મેડિકલ સુવિધા મળી રહે અને આરોગ્ય જળવાય તે માટે આ મેડિકલ વાન દ્વારા તપાસ અને દવાઓનો મફત વિતરણ શરૂ કરવામાં આવનાર છે આ સાથે બ્રેસ્ટ કેન્સર સર્વાઇકલ કેન્સર થેલેસેમિયા અને સિકલસેલ જેવી જીવલેણ બીમારી અટકાવવા માટે પણ મોબાઈલ વેન ની ટીમ દ્વારા લોકોને માર્ગદર્શન પણ આપવામાં આવશે આ મોબાઈલ વાન દ્વારા દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોના લોકોને ચેકઅપ સારવાર અને દવાઓ તદ્દન મફતમાં આપવામાં આવશે

Back to top button
error: Content is protected !!