Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન ખાતે વિદ્યાર્થીઓને ગુજરાત સરકારની લોગો મેકીંગમાં સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરિત કરાયા

તા.૮/૮/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં એ.ડી.શેઠ પત્રકારત્વ ભવન ખાતે ગુજરાત સરકારની લોગો મેકીંગ સ્પર્ધાનાં સ્ટીકર લગાવવામાં આવ્યા હતાં. આ સ્ટીકરના માધ્યમથી વિદ્યાર્થીઓને લોગો ડિઝાઇન સ્પર્ધા, તેનાં નિયમો સહિતની માહિતી આપી સૌને સ્પર્ધામાં ભાગ લેવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. માહિતી કચેરી દ્વારા પત્રકારત્વમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને લોગો મેકિંગ સ્પર્ધા વિશે વિશેષ જાણકારી આપવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૩૫માં ગુજરાત રાજ્યની સ્થાપનાનાં ગૌરવશાળી ૭૫ વર્ષ પૂર્ણ થશે. જેની ઉજવણી માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ mygov.in પ્લેટફોર્મ પર રાષ્ટ્રીયસ્તરે Gujarat@75 લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન કર્યું છે. આ રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરમાંથી નાગરિકો પોતે ડિઝાઇન કરેલો લોગો આગામી તા. ૧૪ ઓગસ્ટ સુધીમાં https://www.mygov.in/task/gujarat75-years-logo-competition/ લિંક પર સબમીટ કરી શકશે. આ સ્પર્ધામાં શાળા-કોલેજો-આઇ.ટી.આઇ. સહિતની વિવિધ સંસ્થાના વિદ્યાર્થીઓ ભાગ લઇ પોતાની પ્રતિભા નિખારી શકે તે હેતુસર પ્રાદેશિક માહિતી કચેરી, રાજકોટ દ્વારા વિવિધ સંસ્થાઓની મુલાકાત લઇ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યાં છે.






