કાલોલ તાલુકાના અડાદરા પાસે બાઇક ચાલક ખાડામાં ઉતરી જતાં ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત.
તારીખ /૧૪/૦૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
અડાદરા આઈ.ટી.આઈ પાસે મોટરસાયકલ નો ચાલક વિનોદભાઈ રમણભાઈ પારેખ (વાળંદ) બાઈક ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા બાઈક રોડ ની સાઈડ ખાડામાં ઉતરી જતા ઝાડ સાથે અથડાતા બાઈક ચાલક ને માથા ના ભાગે તેમજ શરીર ના ભાગે ગંભીર ઈજાઓ થતા સારવાર માટે દવાખાના ખસેડવામાં આવ્યા હતા જેથી બાઈક ચાલક નું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું પુત્ર નીરવકુમાર વિનોદભાઈ પારેખ(વાળંદ) એ નોંધાવેલી ફરિયાદ મુજબ ફરીયાદી નાં પિતા પોતાના કબ્જા ની મોટરસાયકલ નં-જીજે-૧૭-કે-૮૬૨૦ના ચાલક વિનોદભાઈ રમણભાઈ પારેખ (વાળંદ) ગેંગડીયા ચોકડી થી અડાદરા તરફ તેઓની મોટરસાયકલ લઇને કામ અર્થે જતા હતા તે વખતે રસ્તામાં અડાદરા આઈ.ટી.આઈ પાસે બપોરના બે એક વાગે તેઓની મોટરસાયકલ પુર-ઝડપે હોય જેથી સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડ પરથી રોડની સાઈડ નીચે ઉતરી જતા ખાડામાં ઉતરી ગયેલ અને બાવળીયા ના ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં માથા ના ભાગે ગંભીર ઈજા તેમજ શરીરે નાની મોટી ઈજાઓ થતા તાત્કાલિક દવાખાને ખસેડવામાં આવ્યા હતા જેથી દવા સારવાર દરમિયાન મરણ ગયેલ હોય જેથી તેઓના પુત્ર નીરવકુમાર વિનોદભાઈ પારેખ (વાળંદ) દ્વારા વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વેજલપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.