GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વરસાદની ઋતુમાં સ્વસ્થ રહીએ.. આપણી આસપાસ સ્વચ્છતા રાખીએ..

તા.૮/૭/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સંકલન – માર્ગી મહેતા

જાણીએ.. ચોમાસા દરમિયાન તંદુરસ્ત રહેવા અને બાળકોને ઝાડા રોગથી બચાવવાનાં પગલાં

Rajkot: સમગ્ર રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદના પગલે પાણી તેમજ જીવજંતુઓના ઉપદ્રવ વચ્ચે સ્વાસ્થ્ય નબળું પડવાની સંભાવના રહે છે. ત્યારે રોગોથી બચવા આપણે સૌએ તકેદારી રાખવી જરૂરી છે. માદા એનોફીલીસ મચ્છર થકી મેલેરિયા રોગ, જ્યારે માદા એડીસ મચ્છરોના કરડવાથી ડેન્ગ્યુ અને ચિકનગુનિયા થાય છે. તેમજ ઝુંપડપટ્ટી વિસ્તારનાં બાળકો સૌથી વધારે ઝાડાના રોગથી પ્રભાવિત થાય છે. જેથી, ચેપી રોગના નિયંત્રણ માટે સહિયારા પ્રયાસો કરવા અનિવાર્ય છે. ચોમાસા દરમિયાન તંદુરસ્ત રહેવા અને બાળકોને ઝાડા રોગથી બચાવવાના પગલાં જાણીએ.

વર્ષાઋતુમાં સ્વાસ્થ્યલક્ષી સાવચેતી

– સમગ્ર પરિવારે પાણી ઉકાળીને પીવું જોઈએ.

– હળવો, સુપાચ્ય (ઝડપથી પાચન થાય એવો) ખોરાક લેવો જોઈએ.

– બહારનો ખોરાક કે વાસી ખોરાક ન ખાવો જોઈએ.

– ઘરમાં સ્વચ્છતા રાખવી જોઈએ.

– કોઈપણ જગ્યાએ વરસાદી પાણી ન ભરાઈ રહે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેથી, માખીજન્ય રોગથી બચી શકાય.

– ઘરમાં ગૂગળ, લોબાન, મીઠું, લીમડાં અને નગોડાના પાનનો ધૂપ કરવો જોઈએ.

બાળકોને ઝાડાના રોગથી બચાવવાનાં સૂચનો

– પૂરતો, સ્વચ્છ, પોષણયુક્ત પૌષ્ટિક આહાર કરવાથી શરીરમાંથી પાણી અને જરૂરી ક્ષારનું પ્રમાણ જાળવી શકાય છે.

– સ્વચ્છ પાણી, સ્તનપાન, યોગ્ય પોષક આહાર, સ્વચ્છ વાતાવરણ, હાથ ધોવાની આદત વગેરે થકી ઝાડા અટકાવી શકાય છે.

– બાળકને ઝાડા દરમિયાન ઓ.આર.એસ. (ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન) અને ૧૪ દિવસ સુધી ઝિંકની ગોળીઓ આપવી જરૂરી છે.

– માતાનું દૂધ અને પ્રવાહી પદાર્થ આપવાનું ચાલુ રાખવું જોઈએ.

– બાળકના મળનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવો જોઈએ.

– ઝાડા દરમિયાન અને ઝાડા મટી ગયા પછી વધારે માત્રામાં પ્રવાહી આપવાનું ચાલુ રાખવું જોઈએ.

– શુદ્ધ પાણીનો પીવા માટે ઉપયોગ કરવો જોઈએ.

– માતાએ જમવાનું બનાવતા પહેલા, બાળકને જમાડતા પહેલા અને બાળકનું મળ સાફ કર્યા પછી હાથ સાબુ વડે ધોવા જોઈએ.

– બાળકોને ઝાડા થયા હોય ત્યારે નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.

Back to top button
error: Content is protected !!