GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: આર.ટી.ઓ. કચેરી સ્ટાફ ચૂંટણી ફરજ પ્રક્રિયામાં રોકાયેલ હોવાથી તા. ૮ મે ના રોજ આર.ટી.ઓ. કચેરીની માત્ર આંશિક કામગીરી ચાલુ રહેશે

તા.૫/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ આગામી તા.૦૭/૦૫/૨૦૨૪ના યોજાનાર છે. તે સબબ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીશ્રીઓ અને કર્મચારીગણનો પ્રીસાઇડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર-૧, મહિલા પોલીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર તેમજ ચૂંટણી લક્ષી વહીવટી કામગીરી હેતું ફરજ સોંપાયેલ છે.

મતદાન પૂર્ણ થયા બાદ ફરજ પરના કર્મચારીઓ રિસિવિંગ સેન્ટર પર મોડી રાત્રે અથવા તો જો અંતર વધુ હોય તો બીજા દિવસે વહેલી પરોઢે મતદાન સામગ્રી પરત સોપવા માટે પહોંચતા હોય છે. આથી ચૂંટણી સ્ટાફના તેઓના ફરજ પરના પ્રમાણમાં લાંબા સમયગાળાને ધ્યાનમાં રાખી તેઓએ મતદાનના બીજા દિવસે કચેરીમાં હાજરી આપવાની જરૂર નથી અને તેઓને ફરજ પર હાજર ગણવામાં આવશે.

વધુમાં મતદાનના બીજા દિવસે એટલે કે તા.૦૮/૦૫/૨૦૨૪ના રોજ બે દિવસ લાયસન્સ અને વાહન ૪.૦ સંબંધિત સંપૂર્ણ કામગીરી ચાલુ ન રહેતા આંશિક કામગીરી ચાલુ રહેશે. આથી અરજદારોને સહકાર આપવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!