GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: આર.ટી.ઓ. દ્વારા મોટર વાહનોની નવી જી.જે.૦૩. બી.ઝેડ, જી.જે.૦૩.સી.યુ. સિરીઝનું ઈ-ઓક્શન કરાશે

તા.૨/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

ગોલ્ડન-સિલ્વર નંબર મેળવવા ઈચ્છુક વાહનધારકોએ અરજીઓ કરવા સૂચના

પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી-રાજકોટ દ્વારા મોટર વાહનો માટેની જી.જે. ૦૩ બી.ઝેડ, જી.જે.૦૩.સી.યુ. સિરીઝની ઈ-ઓક્શનની પ્રક્રિયા તા.૦૮ સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે.

આર.ટી.ઓ.ની યાદીમાં જણાવાયું છે કે, નવી સિરીઝના ગોલ્ડન-સિલ્વર કે પસંદગીના નંબર મેળવવા ઈચ્છુક વાહનચાલકો તેમના વાહનોનું www.parivahan.gov.in/fancy પર ઓનઆઈન રજિસ્ટ્રેશન કરીને ઈ-ઓક્શનમાં ભાગ લઈ શકશે. આ માટે તા.૦૮/૦૯/૨૦૨૫થી તા.૧૦/૦૯/૨૦૨૫ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તા.૧૦/૦૯/૨૦૨૫થી તા.૧૨/૦૯/૨૦૨૫ના સાંજે ચાર કલાક સુધીમાં ઓનલાઈન ઓક્શન બિડિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા.૧૩/૦૯/૨૦૨૫ના રોજ કચેરીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે.

વાહન વેચાણ તારીખથી સાત દિવસની અંદર સી.એન.એ. ફોર્મ ઓનલાઈન ભરેલું હોવું ફરજિયાત છે. સમયમર્યાદા બહારની અરજી ધ્યાને લેવાશે નહીં તેમ યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!