GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ ખાતે “રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “RUN FOR UNITY” યોજાઈ

તા.૨૯/૧૦/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

મેયરશ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Rajkot: સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી “રાષ્ટ્રીય એકતા દિવસ” નિમિત્તે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાર્થક કરતી “RUN FOR UNITY” દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. દોડને મેયરશ્રી નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણે અને મ્યુનિસિપલ કમિશનર શ્રી દેવાંગ દેસાઈ તથા ઈન્ચાર્જ અધિક નિવાસી કલેકટર શ્રી એન. કે.મૂછારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ દોડ સરદાર પટેલ સ્ટેચ્યુ, બહુમાળી ભવનથી રેસકોર્ષ રીંગરોડ પર પોલીસ હેડક્વાર્ટર- આયકર ભવન- બાલભવન રોડ- કિસાનપરા ચોક- જિલ્લા પંચાયત ચોકથી ફરી સરદાર પટેલ સ્ટેચ્યુ સુધી પહોંચી હતી. સરકારી અધિકારી/કર્મચારીઓ, એન.સી.સી. કેડેટસ, હોમગાર્ડના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ તેમજ જિલ્લાવાસીઓએ “RUN FOR UNITY” દોડમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર ઝા, રાજકોટ શહેર-૧ પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર, સહાયક કલેકટર શ્રી જિજ્ઞાસાબેન ગઢવી, ડી.સી.પી શ્રી સજ્જનસિંહ પરમાર, એસીપી સર્વશ્રીઓ જગદીશ બંગરવા, રાધિકા ભારાઈ, પૂજા યાદવ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી હિતેશ દિહોરા, નાયબ નિયામક શ્રી વિકસતી જાતિ શ્રી બારોટ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી દીક્ષિત પટેલ સહિતના અધિકારીશ્રીઓ તેમજ પોલીસ જવાનોએ દોડમાં ભાગ લીધો હતો અને ઉપસ્થિત તમામે “એક ભારત શ્રેષ્ઠ ભારત”ના શપથ લીધા હતા.

રન ફોર યુનિટી માં ઉત્સાહભેર જોડાઈ સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ સરસ્વતી વિદ્યાલયની સાતમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સોનાક્ષી અને તેના મિત્રોએ રન ફોર યુનિટીમાં જોડાતા ખૂબ જ ઉત્સાહભેર જણાવ્યું હતું કે,

“આજના સમયમાં સૌ કોઈ દોડી અને પોતાના લક્ષ્યને હાંસલ કરવા મહેનત કરી રહ્યું છે, ત્યારે વર્ષો પહેલા આપણી આઝાદીના ધ્યેયને સિદ્ધ કરવા અને આપણને એક કરવા, આપણા દેશને બાંધી રાખવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું, તેની યાદમાં અમે આપણી એકતાને વધુ મજબૂત કરવા આ ‘રન ફોર યુનિટી’ દોડમાં જોડાયા છીએ.”

Back to top button
error: Content is protected !!