GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પ્રેમ લગ્ન બાદ પતિના તિરસ્કારનો ભોગ બનેલ પત્નીનું પરિવાર સાથે સુખદ મિલન કરાવી આપતું સખી વન સ્ટોપ સેન્ટર

તા.૩/૨/૨૦૬

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: પ્રેમ લગ્નમાં મોહ ભંગ થવાના અનેક કિસ્સા સમાજમાં જોવા મળે છે. જેમાં હાલમાં એક યુવતીને પ્રેમ લગ્નનો કડવો અનુભવ થતા પતિથી દૂર ભાગી રાજકોટ આવેલી પરણિતાને તેના પતિ સાથે સમજાવટથી પુનઃ મિલન રાજકોટની અભયમ ટીમે કર્યું છે.

આ કિસ્સામાં પરિવારની મરજી વિરુધ્ધ પ્રેમ લગ્ન કરી રહેતી ૨૦ વર્ષીય યુવતી તેના પતિ અને પરિવાર સાથે ખેડા જિલ્લાના ફાગવેલ ગામે રહેતી હતી. શરૂઆતમાં તેમનો ગૃહ સંસાર સારો ચાલતો હતો. પરંતુ લગ્નના છ માસ બાદ પતિ અને તેમના પરિવારના તિરસ્કારનો ભોગ બનવા લાગી હતી.

આ મહિલાને સામાજિક કે અન્ય પ્રસંગમાં પણ સાથે નહીં લઇ જઈ તેના પતિ દ્વારા સતત ઉપેક્ષા કરવામાં આવતી હતી. જેના કારણે બંને વચ્ચે ઝગડાઓ વધતા જતા હતાં. પતિ દ્વારા ત્રાહિત મહિલાને માર મારતા ભોગ બનનાર મહિલા ઘરેથી કોઈને જાણ કર્યા વગર નીકળી ગયેલી. આ મહિલા ખેડાથી બસમાં એકલી બેસી રાજકોટ આવી ગયેલી. અહી તેનું કોઈ અંગત ના હોઈ રાજકોટ બસ સ્ટેન્ડ પર જ રોકાઈ ગયેલી. ચિંતિત અને એકલી રડતી મહિલાને જોઈ સ્થાનિક લોકો દ્વારા ૧૮૧ પર અભયમને જાણ કરવામાં આવી હતી.

અભયમ ટીમ દ્વારા મહિલાની સુરક્ષાને ધ્યાને ધ્યાને રાખીને રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાએ તેમના લગ્ન જીવનમાં ચાલી રહેલા સંઘર્ષની વાત કરી હતી. સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાના પતિને જાણ કરી તેમને બોલાવવામાં આવ્યા હતાં અને મહિલાને થતા અન્યાય અંગે સમજાવટ અને કાયદાકીય મદદ અંગે વાત કરી હતી.

મહિલાના પતિએ તેની ભૂલ સ્વીકારી પુનઃ સ્વીકાર કરી હવે તેમને માનસિક કે શારીરિક ત્રાસ નહીં આપે તેમ બાંહેધરી આપી હતી. બંને તરફની સમજાવટ બાદ પતિ- પત્ની સાથે રહેવા તૈયાર થતા અરજદાર પત્નીને પતિ સાથે લઇ ગયેલા છે.

સખી વન સ્ટોપ સેન્ટર અને અભયમની મદદથી ભોગ બનનાર મહિલાનો ગૃહ સંસાર ફરીથી સુખરૂપ રીતે આગળ વધે તે માટે માધ્યમ બન્યું છે.

Back to top button
error: Content is protected !!