GUJARATKUTCHMANDAVI

મતદારયાદીમાં પોતાનું નામ ઉમેરો,કમી તથા સુધારણા કાર્યક્રમ તા.૨૯/૧૦/૨૦૨૪ થી તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી હાથ ધરવામાં આવશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

ચૂંટણીપંચની સુચના મુજબ કચ્છ જિલ્લામાં તા.૧/૧/૨૦૨૫ ની લાયકાતની તારીખના સંદર્ભમાં સંકલિત મુસદ્દા મતદારયાદી તા.૨૯/૧૦/૨૦૨૪ ના રોજ પ્રસિદ્ધ થયેલ છે અને સુધારણા કાર્યક્રમ તા.૨૯/૧૦/૨૦૨૪ થી તા.૨૮/૧૧/૨૦૨૪ સુધી હાથ ધરવામાં આવેલ છે. મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન તા.૧/૧/૨૦૨૫ સુધીમાં ૧૮વર્ષ પૂર્ણ થતાં હોય તેવી વ્યકિતઓ મતદારયાદીમાં નામ નોધાવવા ઉપરાંત મતદારયાદીમાં રહેલ ક્ષતિઓ સુધારવાની તથા નામ કમી કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.તેમજ તા.૨૩/૧૧/૨૦૨૪(શનિવાર) અને તા.૨૪/૧૧/૨૦૨૪(રવિવાર) ના ખાસ ઝુંબેશના દિવસોએ આપના મતદાન મથકોએ તથા મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે અરજીઓ સ્વીકારવામાં આવશે.ઉપરાંત મતદારો ઓનલાઇન સ્વરૂપે

વિવિધ ઓનલાઇન સેવાઓ જેવી કે(૧)વોટર હેલ્પ લાઇનએપ(૨)https://voters.eci.gov.in(3)https://voterportal.eci.gov.in દ્વારા મતદારયાદીમાં પોતાનું નામ ઉમેરો,કમી તથા સુધારો કરી શકશે.જેથી કચ્છ જિલ્લાના નાગરીકોને મતદારયાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન નામ નોધાવવા તેમજ મતદારયાદીમાં કોઇ સુધારો હોય તો સુધારો કરાવી લેવા જિલ્લા ચુંટણી અધિકારી અને કલેકટર કચ્છ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!