Rajkot: સરદારધામ – રાજકોટ દ્વારા સ્પર્ધાત્મક પરિક્ષાઓની તૈયારી કરતાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે પી.એસ.આઇ/કોન્સટેબલ વર્ગ-૩ના નિઃશુલ્ક તાલીમ વર્ગો યોજાશે

તા.૧૨/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: સરદારધામ – રાજકોટ ખાતે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટેની સચોટ તાલીમ તજજ્ઞ નિષ્ણાંતોના માધ્યમથી આપવામાં આવે છે.
સરદારધામ – રાજકોટના તાલીમ વર્ગોમાં દરરોજ સિલેકટેડ ટોપિક ઉપર માર્ગદર્શન, સ્વચકાસણી સ્વરૂપ એમ.સી.ક્યુ. પરીક્ષા, મેઈન્સ પેપર માટે આન્સર રાઈટીંગ, ઈનહાઉસ લાઈબ્રેરી તથા પરીક્ષામાં સફળતા મેળવે તે પ્રકારનું સચોટ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
સરદારધામ – રાજકોટ ખાતે પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે પી.એસ.આઇ/કોન્સટેબલ વર્ગ-૩ના નિઃશુલ્ક તાલીમ વર્ગોની બેચ અંદાજિત તા ૨૭/૧૨/૨૦૨૫ થી શરૂ થવા જઈ રહી છે. તો તમામ વિધ્યાર્થીઓ એ ૨૪/૧૨/૨૦૨૫ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સ્પેશિયલ ફિજીકલ પરિક્ષાની તૈયારી Ex.આર્મી મેન રાકેશભાઈ સાકરીયા દ્વારા કરાવવામાં આવશે.
સરદારધામ સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રમુખશ્રી પરેશભાઈ ગજેરા, માર્ગદર્શક સિવિલ સર્વિસ કેન્દ્ર શૈલેશભાઈ સગપરીયા, સૌરાષ્ટ્ર ઝોન પ્રભારીશ્રી સુભાષભાઈ ડોબરિયા, એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓને નવી શરૂ થતી બેચમાં જોડાવવા માટે અનુરોધ કર્યો છે.
વધુ માહિતી તથા રજીસ્ટ્રેશન કરાવવા માટે મો.નં. 7575009796 ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.



