Rajkot: રાજકોટમાં ૩૧ ઓક્ટોબરે સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી પરિવાર રમતોત્સવ યોજાશે
તા.19/10/2025
વાત્સલયમ્ સમાચાર
Rajkot: વિભાગીય નાયબ નિરીક્ષકની કચેરી (સ્થાનિક ભંડોળ હિસાબ), રાજકોટ ઝોન દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ હિસાબી કેડરમાં ૧૨ જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓ તથા કર્મચારીઓ માટે આગામી તા. ૩૧ ઓક્ટોબર, ૨૦૨૫ને શુક્રવારે સવારે ૦૮ કલાકથી સાંજે ૦૬ કલાક સુધી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતોત્સવ રાજકોટમાં જામનગર રોડ પર કોસ્મિક વિદ્યાસંકુલના મેદાન ખાતે યોજાશે. જેમાં ભાઈઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ બહેનો માટે સંગીત ખુરશી, રસ્સાખેંસ તથા લીંબુ ચમચીની સ્પર્ધાઓ યોજાશે.
આ રમતોત્સવમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આઠ ટીમ વચ્ચે ક્રિકેટ રમાશે તેમજ ૪૦થી વધુ બહેનોએ રમત સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી નંદાણિયાભાઈ, શ્રી કરમૂરભાઈ, શ્રી દેસાઈભાઈ, શ્રી પી. એમ. જાડેજા, શ્રી ગઢવીભાઈ, શ્રી ડેલાવાળાભાઈ, શ્રી બારભાયાભાઈ, શ્રી મુશરભાઈ, શ્રી ભટ્ટભાઈ, શ્રી જયશ્રીબેન ગોવાણી, શ્રી કિર્તીબા વાઘેલા, શ્રી ક્રિષ્નાબેન અગ્રાવત, શ્રી તૃપ્તિબેન લાંધણોજા, શ્રી હેતલબેન ચેતા, શ્રી ભટ્ટીભાઈ સહિત સ્ટાફ જહેમત ઉઠાવી રહ્યો છે, તેમ રાજકોટ ઝોનના વિભાગીય નાયબ નિરીક્ષક શ્રી આર. જે. માંડલિયાની યાદીમાં જણાવાયું છે.