GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો માટે રાજકોટમાં પદ્મ શ્રી સુભાષ પાલેકરની નિશ્રામાં ૧૨થી ૧૪ એપ્રિલ ત્રિદિવસીય કૃષિ શિબિર

તા.૫/૪/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન મુજબ પ્રવેશ મળશે: મર્યાદિત બેઠકો હોવાથી વહેલો પ્રવેશ મેળવી લેવા અપીલ

Rajkot: પ્રાકૃતિક ખેતીના પ્રણેતા પદ્મ શ્રી સુભાષ પાલેકરજી રાજકોટ આવી રહ્યા છે. તેમની નિશ્રામાં ૧૨થી ૧૪ એપ્રિલ દરમિયાન “સુભાષ પાલેકર કૃષિ (SPK)”ની ત્રિદિવસીય નિવાસી તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં સૌરાષ્ટ્ર-કચ્છના ખેડૂતો ભાગ લઈ શકશે.

આ શિબિરમાં પદ્મ શ્રી સુભાષ પાલેકરજી ખેડૂતોને ઝેરમુક્ત અને પોષણયુક્ત ખેતી વિશે માર્ગદર્શન આપશે. તેઓ ખેડૂતોને દેશી ગાયના છાણ અને મૂત્રથી બનતા જીવામૃત, બીજામૃત, વાપસા, આચ્છાદન, મિશ્ર પાક આધારિત ખેતીની પદ્ધતિઓ વિશે સમજાવશે. આ પદ્ધતિઓ ખેતીને વધુ ઉત્પાદક અને પર્યાવરણને અનુકૂળ બનાવવામાં મદદ કરે છે.

આ નિવાસી શિબિર ૧૨થી ૧૪ એપ્રિલ દરમિયાન યોજાશે. જેના માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. વધુ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સૌરાષ્ટ્ર પ્રદેશ સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન સમિતિના સંયોજકો સર્વશ્રી કાંતિભાઈ પટેલ 98242 33729, હરેશભાઈ વેકરીયા: 97550 38177, રશ્મીકાંત મકવાણા 99099 98207, વિવેક સોરઠીયા 96870 83400, શાંતિભાઈ ખાંટ 94085 26438, અશ્વિન બોડા 97140 35028નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયુ છે. સભાગૃહમાં બેઠક વ્યવસ્થા મર્યાદિત હોવાને કારણે, પ્રથમ રજીસ્ટ્રેશન કરનારને અગ્રતાના ધોરણે પ્રવેશ મળશે. બેઠક વ્યવસ્થા ભરાઈ ગયા બાદ રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવશે. તેથી, શક્ય તેટલી વહેલી તકે તમારી નોંધણી કરાવવા આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!