આણંદ જમીનના દસ્તાવેજ કરી ન આપ્યાની રીસ રાખી આધેડ ઉપર હુમલો કર્યો
આણંદ જમીનના દસ્તાવેજ કરી ન આપ્યાની રીસ રાખી આધેડ ઉપર હુમલો કર્યો
તાહિર મેમણ – આણંદ – 23/07/2024- આણંદ જિલ્લા ના બોરીયાવી ગામના એક માથાભારે શખ્સે મેં સર્વે નંબર વાળી જમીનનો બાનાખત કરાવેલો તે જમીનનો દસ્તાવેજ કેમ કરાવી આપતા નથી ? તેમ કહી આધેડ ઉપર લાકડી વડે હુમલો કરતાં મામલો પોલીસમથકે પહોંચ્યો છે. આ મામલે આણંદ રૂરલ પોલીસે હુમલાખોર વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આણંદ તાલુકાના બોરીયાવી ગામમાં આવેલ પટાક વિસ્તારમાં રહેતાં 50 વર્ષીય ગીગાભાઇ શેલાભાઈ ભરવાડ પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ આજ રોજ બપોરના સમયે બોરીયાવી સીમમાં આવેલ રાજુ હાલાણીના ફાર્મ નજીક ચાલતા જતાં હતાં. તે વખતે ગામમાં જ રહેતાં સંગ્રામભાઈ કાળાભાઇ ભરવાડ તેઓની ક્રેટા ગાડી લઇને ત્યાં આવી ચડ્યાં હતાં અને ગાડી ઉભી રાખી જણાવ્યું હતું કે, તમે અમને અજીતભાઇ રામાભાઇ પઢિયાર (રહે. પટાક વિસ્તાર, બોરીયાવી) ની સર્વે નંબર 258 વાળી જમીનનો બાનાખત કરાવેલો તે જમીનનો દસ્તાવેજ કેમ કરાવી આપતા નથી ? તે વખતે ગીગાભાઈએ કહેલ કે, સર્વે નં.258 વાળી જેમીનમા 15 ગુંઠા ની જગ્યાએ 58 ગુંઠા નુ બાનાખત તમે કરી લીધેલ છે જે યોગ્ય નથી, તેમ જણાવતા આ સંગ્રામભાઈ એકાએક ઉશ્કેરાઈ ગયાં હતાં અને ગમેતેમ અપશબ્દો બોલી, ગીગાભાઈ ઉપર લાકડી વડે હુમલો કરી, ઈજા પહોંચાડી હતી અને આ જમીનમા દસ્તાવેજ કેમ કરવા દેતો નથી ?, તને આજે તો જીવતો છોડુ છું, પણ હવે બીજે કયાંય જોવા મળ્યો તો તને જીવતો મુકીશ નહી તેમ જણાવી ગાડી લઈને ભાગી ગયો હતો. આ બનાવ અંગે ગીગાભાઇ શેલાભાઈ ભરવાડની ફરીયાદને આધારે આણંદ રૂરલ પોલીસે સંગ્રામભાઈ કાળાભાઇ ભરવાડ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે