
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
સર્જન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાલુ વર્ષનો 10મો નેત્ર નિદાન સારવાર કેમ્પ શ્રી એન.યુ.બિહોલા પી.વી.એમ.હાઈસ્કૂલ ઈસરી ખાતે યોજાયો
સર્જન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા ચાલુ વર્ષનો 10મો નેત્ર નિદાન સારવાર કેમ્પ શ્રી એન . યુ.બિહોલા પી. વી.એમ.હાઈસ્કૂલ, ઈસરી, તા મેઘરજ જી.અરવલ્લી ખાતે યોજાયો.kજેમાં 895 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.જેમાંથી 541 વ્યક્તિઓને રાહતદરે નંબરનાં ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું.જ્યારે મોતિયા,વેલ અને નાસુરના 139 દર્દીઓ નીકળ્યા હતા.જેમનું વિનામૂલ્યે ઓપરેશન એઇમ્સ ફોર સેવા સંચાલીત હોસ્પિટલ. શામળાજી ખાતે કરાવી આપવામાં આવશે.




