ડાંગ જિલ્લામાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સામાજિક સમરસતા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ..
MADAN VAISHNAVDecember 19, 2024Last Updated: December 19, 2024
3 Less than a minute
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડાંગ જિલ્લામાં સામાજિક સમરસતા અભિયાન અંતર્ગત સામાજિક યાત્રાનું બે દિવસીય માટે આયોજન કરવામાં આવેલ છે. ત્યારે સામાજિક સમરસતા યાત્રા અંતર્ગત તા.૨૦/૧૨/૨૦૨૪ ના રોજ સવારે શબરીધામ મંદિર ખાતેથી યાત્રા પ્રસ્થાન કરશે અને પીપલદહાડ, ગારખડી, ચિંચલી, મોરઝીરા, નાંદનપેડા, ભીસ્યા, બોરખેત પહોંચશે.તેમજ સાંજે ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે સાંજના છ કલાકે જાહેર સભા યોજવામાં આવનાર છે.ત્યારબાદ બીજા દિવસે તા.૨૧/૧૨/૨૦૨૪ ના રોજ સવારે 9:30 કલાકે હનુમાનજી મંદિર આવા ખાતેથી આ યાત્રા પ્રસ્થાન કરશે અને બોરખલ, ટાંકલીપાડા, મોટાચર્યા, ગલકુંડ, ધુમખલ, શામગહાન, ચીખલી, શિવારીમાળ, સાકરપાતળ, જામલાપાડા થઈ વઘઈ ખાતે આવેલ ગાંધી મેદાન ખાતે પહોંચશે અને ત્યાં સાંજે છ કલાકે જાહેર સભા યોજશે. ત્યારે આ યાત્રામાં જોડાવા માટે તથા જાહેર સભામાં હાજર રહેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે..