Rajkot: રાજકોટ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થશે
તા.૧૬/૯/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
નાગરિકોને સ્થળ પર જ સરકારની સેવાઓનો લાભ મળશે
Rajkot: રાજકોટ જિલ્લામાં તારીખ ૧૭ મી સપ્ટેમ્બર થી ૧૦ માં તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો પ્રારંભ થશે. તા.૧૭ સપ્ટેમ્બરના રોજ ગ્રામ્ય કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ જિલ્લાના વિવિધ ગામ ખાતે યોજાશે.
જેમાં રાજકોટ તાલુકાના રાજસમઢીયાળા, ગોંડલ તાલુકાના અનિડા ખાતે, જેતપુરના થાણાગાલોળ ખાતે, ધોરાજીના રેગડી ગામે, ઉપલેટાના ભાંખ ગામે, તથા જામકંડોરણા ના ગુંદાસરી ખાતે તારીખ૧૭ સપ્ટેમ્બરના રોજ સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. આ સેવા સેતુ કાર્યક્રમમાં આસપાસના ગામોનો પણ સમાવેશ કરાશે. સેવાસેતુ કાર્યક્રમમાં અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા ગ્રામજનોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવશે.
લોકોને સરકારની વિવિધ સેવાઓ સ્થળ પર જ મળી રહે, તાલુકા તથા જિલ્લા કક્ષાએ લાભાર્થીને જવું ન પડે તથા ગામને આંગણે જ સરકારની વિવિધ કચેરીઓના કર્મચારીઓ અને અધિકારીઓ હાજર રહીને સ્થળ પર જ સરકારની સેવાઓ આપવા ઉપસ્થિત રહેશે. રાજકોટ જિલ્લામાં યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ કચેરીઓ દ્વારા સ્થળ પર જ લાભાર્થીઓની સમસ્યાઓનું નિરાકરણ કરાશે.