
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ ના કંભરોડા ગામે મજુરી અર્થે આવેલ શખ્સો ચોરી કરી ફરાર
મેઘરજ તાલુકાના કંભરોડા ગામે એક ખેડુત ખેતી કામ માટે બહાર થી મજુર લાવ્યા હતા જે શખ્સો થોડા મહિના ખેતી કામ કરી ત્રણ મહિના બાદ રાત્રીના સમયે ખેડુતની રૂમમાં થેલામાંથી રૂ.૬૮ હજાર રોકડા ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
કંભરોડા ગામના અલ્પેશકુમાર ચૌહાણ ખેતી કામ માટે છોટાઉદેપુર જીલ્લાના નિલેશ રાઠવા નામના શખ્સને મોડાસા નજીકના ગામેથી કભરોડા ખાતે લાવ્યા હતા થોડા દિવસ પછી ખેતી કામમાટે વધુ માણસોની જરૂર હોવાથી નિલેશ રાઠવા એ તેના સબંધીનો સંપર્ક કર્યો હતો અને ખેડુત અલ્પેશકુમાર ને કહ્યુ હતુ કે મારા સબંધીઓ હિંમતનગર મોહનપુર ગામેછે તે અહી કામ માટે આવવા તૈયારછે પરંતુ તેમને ૨૫ હજાર ઉપાડ આપો જેથી અલ્પેશકુમારે ૨૫.૦૦૦ ઉપાડ આપી મોહનપુર થી પિન્ટુ નાયક.પિન્ટુની પત્ની અને રસીક નાયક એમ ત્રણેને કંભરોડા લાવ્યા હતા અને અલ્પેશકુમારના ત્રણ ખેતરોમાં મગફળીનુ વાવેતર કરી ખેતી કામ કરતા હતા તેવામાં ત્રણ મહિના બાદ રાત્રીના સમયે નિલેશ રાઠવા રસીક નાયક અને નિલેશની પત્ની ત્રણે અલ્પેશકુમાર ના ઘરની પાછળની રૂમમાંથી થેલામાં રાખેલ રોકડ રૂ.૬૮.૦૦૦ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જ્યારે પીન્ટુ નાયક અને તેની પત્ની કંભરોડા ખાતે હતા અલ્પેશકુમારે પિન્ટુને સાથે રાખી વિસ્તારમાં નિલેશ અને રસીકની શોધખોળ આદરી હતી પરંતુ ક્યાંય પત્તો લાગ્યો ન હતો થોડા દિવસો બાદ પિન્ટુ નાયક પણ ફરાર થઇ જતાં આખરે અલ્પેશ ચૌહાણે મેઘરજ પોલીસમાં આરોપી.નિલેશ ગીન્દુ રાઠવા રહે.પાવીજેતપુર જી.છોટાઉદેપુર રસીક નરસિંગ નાયક રહે.પિપીયા તા.જાબુગોડા જી.પંચમહાલ વિરૂધ્ધ ચોરીની ફરીયાદ નોધાવી હતી





