GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના વિરપર ગામે (મ.) પ્રાથમિક શાળામાં શ્રીમદ ભાગવત ગીતા ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

 

TANKARA:ટંકારાના વિરપર ગામે (મ.) પ્રાથમિક શાળામાં શ્રીમદ ભાગવત ગીતા ની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી.

 

 

શ્રી વીરપર(મ) પ્રાથમિક શાળામાં સર્વાંગી શિક્ષણમાં આપેલ શ્રીમદ ભાગવત ગીતા ની જન્મ જયંતી નિમિત્તે શાળામાં ગીતા જયંતી ની ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી અને ત્યારબાદ ગીતાજીનું પૂજન કરવામાં આવ્યું અને શાળાના બાળકો દ્વારા ગીતાજી વિશે જાણકારી આપવામાં આવી ત્યારબાદ શાળાના સિનિયર શિક્ષક શ્રી છાયાબેન દ્વારા શ્રીમદ ભગવત ગીતા નું મહત્વ વિશે બાળકો અને ગામ લોકોને સરસ જાણકારી આપવામાં આવી અને મંચસ્થ તમામ મહાનુભાવોના હસ્તે શાળાના ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકોને એક એક એક શ્રીમદ ભગવત ગીતાનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું.


તેમજ કાર્યક્રમના અંતે તમામ બાળકોને સ્ટીમ ઢોકળા નું તિથિ ભોજન આપવામાં આવ્યું. ભગવદ્ ગીતા પુસ્તક અને પ્રસાદી સ્વરૂપે સ્ટિમ ઢોકળાના દાતાશ્રી સંજયભાઈ મસોત (લજાઈ)છે. સમગ્ર કાર્યક્રમ ને દિપાવવા ગામમાંથી આગેવાનો જેવા કે સરપંચશ્રી મહેશભાઈ લીખિયા, જિલ્લા પંચાયત સદસ્યશ્રી અશોકભાઈ, દાતાશ્રી રજનીભાઇ, કો ઓર્ડીનેટરશ્રી શૈલેષભાઈ, ભૂતપૂર્વ આચાર્યશ્રી જસમતભાઈ સમિતિના સભ્ય શ્રી પ્રહલાદસિંહ તેમજ ગામમાંથી સ્વાધ્યાય પરિવાર માંથી મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!