GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: “શૌર્યનું સિંદૂર લોકમેળા-૨૦૨૫”માં મહિલા આર્થિક વિકાસ નિગમની મહિલાઓનું હુન્નર ઝળક્યું:

તા.૧૯/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

૪ દિવસમાં ૪૮ લાખથી વધુ રકમના વેચાણથી ઘરેલુ ગૃહ ઉદ્યોગને મળી નવી પાંખો: ૧૮ ઓગસ્ટે છેલ્લા દિવસે થયું રૂ. ૧૩,૭૯,૪૫૦ નું મહત્તમ વેચાણ

Rajkot: રાજકોટના “શૌર્યનું સિંદૂર લોકમેળા-૨૦૨૫” માં જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા રાજ્યમાં કાર્યરત મહિલા કારીગરોને રોજગારી મળે તે માટે ૭૦ જેટલા સ્ટોલ્સ ફાળવવામાં આવ્યા હતા. જેમાં કૂલ રૂ. ૪૮ લાખ ૧૭ હજાર ૨૬૦ નું વેચાણ થયું છે.

મહિલા આર્થિક વિકાસ નિગમની બહેનો દ્રારા તા. ૧૫ ના રોજ રૂ. ૧૦,૪૩,૬૬૦ /- નું વેચાણ, તા. ૧૬ ના રોજ રૂ. ૧૧,૧૬,૧૫૦/- નું વેચાણ, તા. ૧૭ ના રોજ રૂ. ૧૨,૭૮,૦૦૦ /- નું વેચાણ, તા. ૧૮ ના રોજ રૂ. ૧૩,૭૯,૪૫૦ /- નું વેચાણ કરવામાં આવ્યું છે. આટલી રકમના વેચાણનો સહયોગ આપવા બદલ મહિલા આર્થિક વિકાસ નિગમની બહેનોએ રાજકોટવાસીઓ તથા રાજકોટ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!