GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં તા. ૫ થી ૭ ડિસેમ્બર સુધી રાજ્યકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા યોજાશે

તા.૩૦/૧૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા રાજ્યકક્ષા યુવા ઉત્સવ સ્પર્ધા ૨૦૨૪-‘૨૫નું આયોજન કરાયું છે. આ સ્પર્ધા તા. ૫ ડિસેમ્બર, ૨૦૨૪થી તા. ૭ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી સવારે ૧૧:૦૦ કલાકે હેમુ ગઢવી નાટ્યગૃહ ખાતે યોજાશે. જેમાં ઝોનકક્ષાએ પ્રથમ ક્રમ અને દ્વિતિય ક્રમે વિજેતા થયેલા કલાકારો અને ત્યારે કલાવૃંદો ભાગ લેશે. આ કાર્યક્રમમાં ભાગ લેનારા સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે રાજકોટની કલાપ્રેમી જનતાને પધારવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશભાઈ દીહોરાની યાદીમાં આમંત્રણ અપાયું છે.

Back to top button
error: Content is protected !!