
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં “નારી વંદન સપ્તાહ’ અંતર્ગત બીજા દિવસે “બેટી બચાઓ-બેટી પઢાઓ” દિવસની ઉવજણીના ભાગરૂપે PC & PNDT Actનો વર્કશોપનું આયોજન કરાયુ હતું.

જનરલ હોસ્પિટલ, આહવાના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કક્ષાએ યોજાયેલ ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ દિવસના અનુસંધાને આયોજિત PC & PNDT Actનો વર્કશોપની શરૂઆતમા ઈન્ચાર્જ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનુરાધા ગામીતે કાર્યક્રમની રૂપરેખા સાથે કાર્યક્રમનો ઉદેશ સ્પષ્ટ કર્યો હતો.
ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દિપ પ્રાગટ્ય સાથે ખુલ્લા મુકાયેલા આ કાર્યક્રમમા ડો.અનુરાધા ગામીતે દિકરીઓ પ્રત્યે લાગણી વ્યક્ત કરતા સમાજમાં દિકરીઓની મહત્વકાંક્ષા સ્પષ્ટ કરી હતી. દરમિયાન PC & PNDT AcT વિશે પ્રેઝન્ટેશનના માધ્યમથી પણ વિસ્તૃત માહિતી રજૂ કરવામા આવી હતી.
કાર્યક્રમમા આરોગ્ય સમિતિના અધ્યક્ષા શ્રીમતી મયનુબેન બાગુલ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી ડો. મનિષા મુલતાની, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી જ્યોત્સનાબેન પટેલ વગેરેએ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યા હતા.
આરોગ્ય શાખાના કર્મચારીઓ, બાળ વિકાસ વિભાગના કર્મચારીઓ તથા નર્સીગ કોલેજના વિદ્યાર્થીઓ વગેરેની હાજરી વચ્ચે યોજાયેલા કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને હુકમોનું વિતરણ કરવા સાથે “બેટી બચાવો, બેટી પઢાવો’ જાગૃતિ માટે દિકરી વધામણા કિટ પણ આપવામાં આવી હતી.
“નારી વંદન સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત “બેટી બચાવો બેટી પઢાવો”ના વર્કશોપના કાર્યક્રમમાં શાળા આરોગ્ય મદદનિશ શ્રી ભરતભાઇ કુવરે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો.





