GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: સ્વીપ દ્વારા મતદાન જાગૃતિ અર્થે “રન ફોર વોટ” કાર્યક્રમ યોજાયો

તા.૫/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકશાહીને મજબૂત કરવા માટે દરેક નાગરીક “લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪”માં અચુક મતદાન કરે તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા “સ્વીપ” પ્રવૃતિ અંતર્ગત “મતદાન જાગૃત્તિ”ના અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ૬૯ – રાજકોટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં વોર્ડ નં – ૧૦માં પુષ્કર ધામ નજીક આવેલા હોકર્સ ઝોન ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ફેરીયાઓએ સહપરિવાર મતદાન કરવા માટે શપથ ગ્રહણ કર્યા હતા.

વધુમાં ૭૨ – જસદણ વિધાનસભા મતવિસ્તારમાં જસદણ ખાતે વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત “રન ફોર વોટ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ગામ લોકો અને જસદણ નગરપાલિકાના કર્મચારીઓએ ભાગ લીધો હતો. સૌ ઉપસ્થિતોને તા. ૦૭-૦૫-૨૦૨૪ને મંગળવારના રોજ અચુક મતદાન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!