Rajkot: તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ૨૮ મે ના રોજ યોજાશે

તા.૨/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૮-૦૫-૨૦૨૫એ સંબંધિત તાલુકા મામલતદાર કચેરી ખાતે યોજાશે. તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારોએ પોતાના લગત તાલુકાના મામલતદારશ્રીને તા.૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં મોકલી આપવાના રહેશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજૂ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાના રહેશે નહીં તેમજ પ્રથમ વખત અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજૂ કરવા નહીં.
અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ માટેની અરજી એમ લખવાનું રહેશે જેમાં એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે મોકલી આપવાની રહેશે તેમ જનસંપર્ક અધિકારી, રાજકોટની યાદીમાં જણાવવામાં આવ્યું છે.



