Rajkot: રાજકોટના તરઘડીયા ખાતે ટીબી મુક્ત પંચાયત એવોર્ડ વિતરણ અને કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપ યોજાશે

તા.૨૩/૧૦/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લા આરોગ્ય સમિતિ અને વહીવટી તંત્ર દ્વારા આયોજીત ટીબી મુક્ત પંચાયત એવોર્ડ વિતરણ અને કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપનું આયોજન તા. ૨૫ ઓકટોબર શુક્રવારના રોજ સવારે ૧૦ કલાકે રાજકોટ -અમદાવાદ હાઇવે તરઘડિયા ત્રિમંદિર ખાતે યોજાશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ટીબી મુક્ત ભારતના સ્વપ્નને સાર્થક કરતી રાજકોટ જિલ્લાની વર્ષ ૨૦૨૩ માટે ૧૩૫ ટી.બી.મુક્ત ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓને આ કાર્યક્રમમાં પુરસ્કાર એનાયત કરાશે.
આ કાર્યક્રમમાં જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા, મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પ્રવિણાબેન રંગાણી, સાંસદ શ્રી પરસોતમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા, શ્રી કેસરીદેવસિંહ ઝાલા, ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, શ્રી ગીતાબા જાડેજા, શ્રી જયેશભાઈ રાદડિયા, શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા, શ્રી દુર્લભજીભાઈ દેથરીયા અને આરોગ્ય સમિતિના અધ્યક્ષશ્રી લીલાબેન ઠુંમર સહિતના પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.


