
તા.૦૮.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રોટરી સેવા સંસ્થાન દ્વારા સતરામપુર ખાતે માનસિક રોગોની સારવાર માટે ના યોજાયેલ કાયૅક્રમ
સંતરામપુર. આરોગ્ય લક્ષી અને વિવિધ સામાજિક અને માનવસેવા ના કાયૅ કરતી સ્વૈચ્છીક સંસ્થા રોટરી સેવા સંસ્થાન દાહોદ દ્વારા જનરલ હોસ્પિટલ લુણાવાડા જી મહીસાગર ના સહયોગથી રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાયૅક્રમો અંતર્ગત મહીસાગર જીલ્લાના સંતરામપુર ખાતે સંસ્થા ના પ્રમુખ ડો નરેશભાઈ ચાવડા ના માગૅદશૅન અને આયોજન હેઠળ અને જનરલ હોસ્પિટલ લુણાવાડા ના આદેશ અનુસાર સંતરામપુર ખાતે વિવિધ હાઈસ્કૂલમાં. સબજેલ.એસ.ટી.બસ ડેપો સંતરામપુર જેવા સ્થળોએ માનસિક આરોગ્ય સંબંધિત બિમારીઓ ના નિવારણ તથા નિદાન માટે નુ માગૅદશૅન તથા સાહિત્ય નુ વિતરણ કરવામાં આવ્યું હતુ આ રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાયૅક્રમો મા સંસ્થા ના મંત્રી સચિન સેવક.હોદ્દેદારો.તાલુકા આરોગ્ય કચેરી સંતરામપુર ના નિષ્ણાત તબીબ.મેડિકલ ઓફીસર વિશાલ પ્રજાપતિ.ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ ના કન્વિનર એન.કે પરમાર. નવદીપ ક્રેડિટ સોસાયટી સંતરામપુર ના મંત્રી અને માજી સુધરાઈ સદસ્ય રમણભાઈ કાનસર શાળા ના આચાર્ય તથા ડેપો મેનેજર સંગાડા સાહેબ તેમજ અનુભવી વ્યક્તિઓ ઉપસ્થિત રહી માગૅદશૅન પુરુ પાડેલ.રાષ્ટ્રીય માનસિક આરોગ્ય કાયૅક્રમો અંતર્ગત યોજવામાં આવેલ માનસિક રોગો ના સારવાર માટે તથા રોગ નિવારણ અંગે વિસ્તુત માહિતી પુરી પાડવામાં આવી હતી રોટરી સેવા સંસ્થાન દાહોદ ની પ્રવૃત્તિઓ ને બિરદાવવા મા આવી હતી





