શિક્ષણવિભાગ ગુજરાત સરકારના સચિવ વિનોદરાવના માર્ગદર્શન અને પ્રેરણાથી ભરૂચ જિલ્લા કક્ષાના વિધાસમીક્ષા કેન્દ્ર 2.0 નો શુભારંભ….

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
તા.૩૦/૦૭/૨૦૨૪
ભરૂચ : શિક્ષણવિભાગ ગુજરાત સરકારના સચિવ વિનોદરાવના માર્ગદર્શન અને પ્રેરણાથી ભરૂચ જિલ્લા કક્ષાના વિધાસમીક્ષા કેન્દ્ર 2.0 નો શુભારંભ DIET ભરૂચ ખાતે થયો હતો. જેમાં ઉદઘાટક તરીકે રોનક મહેતા, સંયુક્ત સચિવ, સામાન્ય વહીવટ વિભાગ, હિતેશભાઈ વાઘેલા સેકશન ઓફિસર સચિવાલય ગાંધીનગર હતા આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલજી, ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સચિન શાહ, નાયબ જિલ્લા પ્રથમિક શિક્ષણાધિકારી જયદીપભાઈ મકવાણા, DIET ભરૂચના પ્રાચાર્ય આર.આર.સેંજલિયા, નોડલ અધિકારી ડૉ.જે.એચ.મોદી જિલ્લા એમ.આઈ.એસ જે.પી.ગામીત, તાલુકા એમ.આઈ.એસ.કલ્પેશભાઈ, OICTT મહેશભાઈ પરીખ, DIET ભરુચના વ્યાખ્યાતાઓ અને બી.એડ.પ્રશિક્ષણાર્થીઓ હાજર રહયા હતા. મુખ્ય ઉદઘાટક રોનક મહેતાએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.0 થી તાલુકા, ક્લસ્ટર અને શાળા કક્ષાએ શિક્ષણક્ષેત્રે ગુણવતા સુધારણામાં ખુબ ઉપયોગી પુરવાર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.




