WANKANER:વાંકાનેરના તરકીયા ગામેથી ઝડપાયેલ એક્સપ્લોઝીવને બ્લાસ્ટિંગ કરી નાશ કરવામાં આવ્યો
WANKANER:વાંકાનેરના તરકીયા ગામેથી ઝડપાયેલ એક્સપ્લોઝીવને બ્લાસ્ટિંગ કરી તેનો નાશ કરવામાં આવ્યો
વાંકાનેર તાલુકાના તરકીયા ગામ નજીક ઓળ નામથી ઓળખાતી સીમમાં ખનિજ માફિયા દ્વારા સરકારી ખરાબાની જમીનમાં વિસ્ફોટક પ્લાન્ટ કરી તેનું ખનન કરવાની પેરવીમાં હોય તે દરમિયાન મોરબી જીલ્લા પોલીસે બાતમીને આધારે દરોડો પાડી ચાર જેટલા આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે જમીનમાં બોર કરી પ્લાન્ટ કરેલ વિસ્ફોટક જીલેટીન સ્ટીકના જથ્થાનો નાશ કરવા વિભાગીય ખાતામાંથી મંજૂરી લઈ અધિકારીઓની હાજરીમાં વિસ્ફોટકોમાં બ્લાસ્ટિંગ કરી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
મળતી વિગતો અનુસાર ગત તા. ૯ જૂનના રોજ મોરબી એસ.ઓ.જી. ટીમને તરકીયા ગામની ઓળ નામથી ઓળખતી સીમમા મુન્નાભાઇ વલુભાઇ ભરવાડ રહે ગામ તરક્રિયા તા.વાંકાનેરવાળો પોતાના કબ્જામા એકસપ્લોઝીવનો જથ્થો રાખી કોઇ પણ જાતની મંજુરી વગર સરકારી ખરાબામા પથ્થરો કાઢવાની તૈયારી કરી રહેલ હોય તેવી હકિકતને આધારે તરકીયા ગામથી નજીક ઓળ નામની સીમમાં સરકારી ખરાબાના સર્વે નં-૧૬૩/૧ પૈકી ૨૪ વાળી જમીનમાં આશરે ૫૭ જેટલા બોર કરેલ જે ૪૫ ફુટ ઉંડા કરી તે પૈકીના ૧૪ બોરમાં જીલેટીન સ્ટીક તથા ડીટોનેટર પ્લાન્ટ કરી તૈયાર રાખેલ હોય જે માટે નિષ્ણાંત અધિકારીઓને બોલાવી તપાસણી કરાવતા એક્સપ્લોઝીવ પ્લાન્ટ કરેલ હોય તે નિકળે તેમ ન હોય અને જો કાઢવામાં આવે તો બ્લાસ્ટ થઇ જાન માલ મીલ્કતને નુકશાન થાય તેમ હોય જેથી એક્સપ્લોઝીવ બ્લાસ્ટ કરવા માટે નામદાર કોર્ટ તથા મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ મોરબી તથા પેસો વડોદરાની મંજુરી મેળવવામાં આવેલ અને તા.૨૨ જૂન ૨૦૨૪ ના રોજ નાશ કરવા અંગેનુ જાહેરનામુ પ્રસિધ્ધ કર્યું હતું જે એક્સપ્લોઝીવના જથ્થાનો ગઈકાલે ૨૨ જૂનના રોજ મોરબી જીલ્લા પોલીસ તથા સર્કલ વાંકાનેર તેમજ તલાટી તરકીયા અને પંચો સાથે હાજર રહી સંપૂર્ણ સલામતી રાખી બ્લાસ્ટિંગ કરી તમામ પ્લાન્ટ કરાયેલ એક્સપ્લોઝીવનો નાશ કરાયો હતો.