Rajkot: PC & PNDT Act અંતર્ગત સ્ત્રી ભ્રુણ હત્યા જેવા દુષણો અટકાવવા કાયદાકીય જાગૃતિનો કાર્યક્રમ યોજાયો
તા.૨/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
Rajkot: ડીસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમેન – રાજકોટની ટીમ દ્વારા મિશન શક્તિ યોજના હેઠળ ૧૦૦ દિવસની વિશેષ જાગૃતિ કમ એન્ફોર્સમેન્ટ ડ્રાઇવ અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાઓ સપ્તાહમાં PC & PNDT Act 1994 કાયદા વિશે જાગૃતિ અને સ્ત્રી ભ્રુણ હત્યા જેવા દુષણો અટકાવવા માટે આનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજ, રાજકોટ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.
પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી નર્સિંગના વિદ્યાર્થીનીઓને PC & PNDT Act અંતર્ગત પ્રી-કન્સેપ્શન અને પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક કે જેનાથી બાળકની જાતિ નક્કી થતી હોય છે, જેનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો સ્ત્રી ભ્રુણ હત્યા થવાની સંભાવના સામે તેને કાયદાકીય સમજ પુરી પાડી કઈ રીતે અટકાવી શકાય તેની વિસ્તારથી માહિતી પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડો. ભક્તિ પઢીયાર (ગાયનેકોલોજિસ્ટ) દ્વારા PC & PNDT કાયદા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં પેનલ ડિસ્કશન કરવામાં આવેલ હતી. જાગૃતિ કાર્યક્રમમાં ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા.