કાલોલ નવરચના ગુરુકુળ ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો
તારીખ ૧૮/૦૩/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ નવરચના ગુરુકુળ કાલોલ ખાતે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત એક કાર્યક્રમ યોજાયો જેમાં લીમખેડા કોલેજના પૂર્વ આચાર્ય જી આર શર્મા અને ગોરજ મુકામે આવેલ કૈલાશ કેન્સર હોસ્પિટલ ખાતે વર્ષો સુધી કેન્સરના દર્દીઓને સલાહ કાર તરીકે સેવાઓ આપી ચૂકેલ આપી નરેન્દ્રભાઈ ગાંધી બંને મહાનુભાવો એ સેમિનાર ના માધ્યમ દ્વારા વક્તવ્ય આપ્યું હતું.શાળાના ટ્રસ્ટી પ્રતિકભાઇ બ્રહ્મભટ્ટ અને આચાર્ય નીલમબેન શર્મા અને અશોકભાઈ પરમાર દ્વારા આ બંને વક્તાઓ સ્વાગત સન્માન કર્યું હતું. શરૂઆતમાં શર્માજીએ બાળકોને અનુશાસનમાં રહીને જીવન જીવવાની દ્રષ્ટાંત સભર વાત કરી તેઓએ વધુમાં જણાવ્યું તે વ્યસન મુક્તિથી કેવી રીતે નિરોગી જીવન જીવી શકાય તેઓએ બાળકોને માતા-પિતા ગુરૂજન અને ધર્મનું જે પાલન કરાવી રહ્યા હોય તેવા ધાર્મિક વડાઓ ની વાતનું હંમેશા પાલન કરવું તમાકુ માથી બનેલી કોઈ પણ વસ્તુ માવા ગુટકા,સિગારેટ ના ઉપયોગથી થતા રોગો વિશે પણ દ્રષ્ટાંત સભર વાત નવરચના ગુરુકુળ શાળાના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ ના ૩૦૦ થી ઉપરાંત બાળકોને આ વાત કરી હતી.આ કાર્યક્રમ બે તબક્કામાં યોજવામાં આવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે ગોપાલભાઈ શર્માએ અને નરેન્દ્રભાઈ ગાંધીએ વડોદરા ની કોર્પોરેશન સંચાલિત ૧૨૦ માંથી ૧૧૮ શાળાઓમાં આ કાર્ય ૨૦૨૩-૨૪ માં પૂરું કરેલ છે અને ત્યારબાદ દાહોદ જિલ્લા ના જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ પ્રાથમિક શિક્ષણ જિલ્લા અધિકારીએ દાહોદ જિલ્લામાં પણ આ કાર્ય કરવા માટે લેખિતમાં મંજૂરી પણ આપેલ છે.એક વિશેષ વાત પણ અહીંયા સ્પષ્ટ કરવી જરૂરી છે કે આ વ્યસન મુક્તિ અભિયાન નું કાર્ય શર્માજીઅને નરેન્દ્રભાઈ દ્વારા કોઈપણ અપેક્ષા વિના સ્વેચ્છિક ધોરણે કરવામાં આવે છે શાળાઓ પાસે કોઈપણ પ્રકારની અપેક્ષા તેમની હોતી નથી એ પ્રશંસનીય છે કાર્યક્રમના અંતમાં નરેન્દ્રભાઈ ગાંધીએ બાળકોને શપથ લેવડાવ્યા હતા કે અમે તમાકુ માંથી બનેલી કોઈ પણ વસ્તુનો ક્યારેય પણ ઉપયોગ કરીશું નહીં.