લીમખેડા ગામમાંથી ડાકણ હોવાથી ગરીબાઇ આવી છે તેવી અંધશ્રદ્ધા દૂર કરતા અભયમ લીમખેડા.
AJAY SANSIDecember 9, 2024Last Updated: December 9, 2024
9 1 minute read
તા. ૦૯. ૧૨. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા ગામમાંથી ડાકણ હોવાથી ગરીબાઇ આવી છે તેવી અંધશ્રદ્ધા દૂર કરતા અભયમ લીમખેડા
દાહોદ જિલ્લાના લીમખેડાના ગામ માંથી એક મહિલાએ ૧૮૧ મહિલા હેલ્પ લાઈન માં કોલ કરેલ કે મારા દિયર દેરાણી અવાર નવાર હુ ડાકણ છું જેથી અમારે ઘરે લક્ષ્મી ટકતી નથી અને ગરીબાઇ આવી છે તેમ કહી હેરાન કરે છે.અભયમ લીમખેડા ટીમ સ્થળ પર પહોચી દિયર , દેરાણી ને આવી અંધશ્રધ્ધા માંથી મુકત થવા અને મહિલાને હેરાન ના કરવા અનુરોધ કર્યો હતો.મળતી માહિતી મુજબ પરણિતા ના પતિ મજૂરી એ બહાર ગામ રહે છે પોતે પણ ખેત મજૂરી અને ખેતી કરે છે માટે તેઓ ની આર્થિક પરિસ્થિતી સારી છે જ્યારે તેમનાં દિયર અને દેરાણી કામ કાજ માં ઘ્યાન આપતા નથી અને મોજ શોખ કરે છે. અભયમ દ્વારા ડાકણ ની અંધ શ્રદ્ધા દૂર કરવા જણાવેલ અને બને યુવાન છો એટલે પૂરો સમય મહેનત કરી આવક મેળવો તો તમારી પણ આર્થિક પરિસ્થિતી સારી થશે.અભયમ દ્વારા તેઓ ને અસરકારતાથી સમજ આપતા તેઓ એ ખાત્રી આપી હતી કે હવે પછી કોઈપણ પ્રકાર ની હેરાન ગતી કે અંધશ્રદ્ધા રાખીશું નહી.પરણિતા ને મદદ મળતાં તેઓ એ અભયમ નો આભાર માન્યો હતો.
«
Prev
1
/
102
Next
»
કેન્દ્ર સરકાર સામે મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા અગત્યનું માંગણીઓ મૂકવામાં આવી.