Rajkot: વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ ફીશ નિકાસકારો – ઉદ્યોગ સાહસિકો સાથે પરિસંવાદ યોજાયો: ફીશ સપ્લાયર કંપની દ્વારા રૂ.૧૧.૪૯ કરોડનો એમઓયુ થયું

તા.૧૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં હસ્તે રાજકોટ સ્થિત મારવાડી યુનિવર્સિટી ખાતે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરાયું હતું. ત્યારબાદ બી ટુ બી અને બી ટુ જી સેમિનાર યોજાયા હતા. જેમા ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા ફીશ નિકાસકારો અને અન્ય ઉદ્યોગ સાહસિકો સાથે પરિસંવાદ કરાયો હતો.
જેમાં માછીમારી, ફીશ પ્રોસેસિંગ, મચ્છીની નિકાસ, માછીમારીમાં ટેકનોલોજી, ડીપ ફિશિંગ, ફીશ પ્રોડક્શન કઈ રીતે વધારવું, માછીમારો અને બોટ ધારકોની સમસ્યાઓ, નિકાસમાં સરકારનું પ્રોત્સાહન, સરકારની કલ્યાણકારી યોજનાઓ, સ્થાનિક કચેરીઓનો સહયોગ તેમજ માછીમારીમાં રહેલી તક અને ચેલેન્જ અંગે વિસ્તૃત ચર્ચા કરાઇ હતી. આ તકે ફીશ સપ્લાયર કંપની દ્વારા રૂ.૧૧.૪૯ કરોડનું એક એમઓયુ કરાયુ હતુ.
આ તકે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરીશ્રી અરુણકુમાર સોલંકી, ફિશરીઝ વિભાગના કમિશનરશ્રી વિજય ખરાડી, એન.ડી.એફ.બી.માથીશ્રી એસ.કનપ્પન, ઉદ્યોગ સાહસિક શ્રી ડો. મનોજભાઈ શર્મા, શ્રીજગદીશભાઈ ફોફંડી સહિત ઉપસ્થિત ઉદ્યોગ સાહસિકો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.





