Rajkot: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના મંચથી “ટીબીમુક્ત ભારત અભિયાન”ના સંકલ્પને વેગ

તા.૧૩/૧/૨૦૨૭
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના “ટીબીમુક્ત ભારત” અભિયાનને સાકાર કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત દ્વારા વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ટીબી જાગૃતિ અંગે વિશેષ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય ક્ષય અધિકારી ડો. આર.બી. પટેલ તેમજ રાજ્યની ટીમ અને નિક્ષય મિત્ર કન્સલ્ટન્ટ દ્વારા સ્ટોલની મુલાકાત લેવામાં આવી હતી.
સ્ટોલમાં વાઈબ્રન્ટ કોન્ફરન્સની મુલાકાતે આવનાર લોકોને ટીબી રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. તેમજ ટીબી ચેમ્પિયન્સ દ્વારા પોતાના અનુભવો લોકો સાથે વ્યક્ત કરવામાં આવ્યા. સાથોસાથ ટીબી જનજાગૃતિ સ્ટોલમાં ટીબીના દર્દીઓના નિદાન માટે ઉપયોગમાં લેવાતી આધુનિક પદ્ધતિ.
નિક્ષય પોષણ યોજના અંતર્ગત ટીબીના દર્દીઓને સારવાર ચાલતી હોય ત્યાં સુધી ભારત સરકાર દ્વારા દર મહિને રૂ. ૧,૦૦૦/-ની સહાય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાઇબ્રન્ટ ગુજરાત સમિટની મુલાકાત લેનારા અનેક ડેલિગેટ્સે ટીબીના દર્દીઓને પોષણ કિટ આપવા તેમજ માનસિક અને આર્થિક સહકાર આપવા માટે નિક્ષય મિત્ર તરીકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
આ સાથે રાજકોટની જનતાને પણ “ટીબીમુક્ત ભારત”અભિયાનમાં સહયોગ આપવા માટે જિલ્લા ક્ષય કેન્દ્ર, રાજકોટ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત દ્વારા અનુરોધ કરવામાં આવે છે.








