GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ : સૌરાષ્ટ્ર – કચ્છની સ્થાનિક ક્ષમતાઓને મળ્યો વિકાસનો વૈશ્વિક અવસર

તા.૧૩/૧/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

આલેખન : હેમાલી, માર્ગી

સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં ૫,૪૯૨ પ્રોજેક્ટ્સ અંતર્ગત રૂ.૫,૭૮,૩૩૦ કરોડના એમ.ઓ.યુ.

સૌથી વધુ પાવર, ઓઈલ એન્ડ ગેસ સેક્ટરમાં કુલ રૂ. ૪,૫૫,૦૬૫ કરોડનું પ્રસ્તાવિત રોકાણ

Rajkot: રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે યોજાયેલા ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-૨૦૨૬ સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છનાં ઔદ્યોગિક વિસ્તારમાં પ્રસ્તાવિત મૂડીરોકાણનું ખૂબ જ પ્રોત્સાહક ચિત્ર સામે આવી રહ્યું છે. બે દિવસની આ કોન્ફરન્સનાં અંતે વિવિધ ક્ષેત્રોમાં કુલ ૫,૪૯૨ પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૫,૭૮,૩૩૦ કરોડના એમ.ઓ.યુ. થયા છે. જેમાં ૦૬ લાખ ૨૬ હજાર જેટલા લોકોને રોજગારી પ્રાપ્ત થશે, તેવો એક અંદાજ છે. આ ઐતિહાસિક કોન્ફરન્સનો શુભારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં થયો હતો.

વી.જી.આર.સી.માં થયેલા પ્રસ્તાવિત રોકાણોની વિગત સેક્ટરવાઇઝ જોઈએ તો, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં ૫૮ પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. ૧,૯૬૯ કરોડ, કેમિકલ, પેટ્રોકેમિકલ એન્ડ જી.આઇ.ડી.સી. લાર્જ પ્રોજેક્ટ સેક્ટરમાં ૮ પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. ૧૨,૧૭૪ કરોડ, એન્જિનિયરિંગ, ઓટો અને અન્ય ઉદ્યોગોના ક્ષેત્રમાં ૪૭ પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. ૧૪,૬૧૩ કરોડ તેમજ મિનરલ બેઇઝ્ડ પ્રોજેક્ટસ સેક્ટરમાં ૬૦૬ પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. ૬,૦૨૨ કરોડનું પ્રસ્તાવિત રોકાણ થશે.

આ ઉપરાંત, પોર્ટ એન્ડ પોર્ટ બેઇઝ્ડ સેક્ટરમાં ૨૮ પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. ૭૦,૭૫૧ કરોડના એમ.ઓ.યુ.,પાવર ઓઈલ એન્ડ ગેસ (ઇન્ક્લુડિંગ પાવર રિન્યુએબલ) સેક્ટરમાં ૯૯ પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. ૪,૫૫,૦૬૫ કરોડ, ટુરિઝમ એન્ડ સિવિલ એવિએશન સેક્ટરમાં ૨૧ પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. ૧,૮૮૭ કરોડ તેમજ અર્બન ડેવલપમેન્ટ સેક્ટરમાં ૫૦ પ્રોજેક્ટ અંતર્ગત કુલ રૂ. ૯૬૬ કરોડના પ્રસ્તાવિત રોકાણ થશે.

વધુમાં, એનિમલ હસબન્ડરી, ફિશરીઝ એન્ડ કો-ઓપરેશન, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, એજ્યુકેશન, એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ, ફાઇનાન્શિયલ સર્વિસ, હેલ્થ કેર એન્ડ ફાર્મા., ઇન્ડસ્ટ્રીયલ પાર્કસ, લોજિસ્ટિક પાર્કસ એન્ડ મીની એસ્ટેટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ બાયોટેકનોલોજી, રૂરલ ડેવલપમેન્ટ અને રૂર્બન હાઉસિંગ, સ્કીલ ડેવલપમેન્ટ, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન એન્ડ અધર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ સ્પોર્ટ્સ, યુથ એન્ડ કલ્ચર, ટેક્સટાઇલ એન્ડ અપેરલ્સ, ટ્રાન્સપોર્ટ તથા વોટર સપ્લાય સેક્ટરમાં પણ વિવિધ પ્રોજેક્ટ્સમાં કરોડોનાં રોકાણ માટે સમજૂતિ કરાર કરવામાં આવ્યા છે.

આમ, મોટા ઉદ્યોગોમાં કુલ ૯૭૦ પ્રોજેક્ટમાં રૂ. ૫,૬૫,૭૮૦ કરોડના એમ.ઓ.યુ. (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) થયા છે. જ્યારે માઇક્રો, સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ (એમ.એસ.એમ.ઈ.)માં કુલ ૪,૫૨૨ પ્રોજેક્ટમાં રૂ. ૧૨,૫૫૦ કરોડના સમજૂતી કરાર થયા છે. આમ, વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સૌરાષ્ટ્ર-કચ્છનાં ઔદ્યોગિક જગત માટે વિકાસનાં સોનેરી અવસર ઉપલબ્ધ કરાવનારી બની રહી છે.

Back to top button
error: Content is protected !!