KUTCHMUNDRA

મુન્દ્રામાં 18 સગર્ભા બહેનોની થેલેસેમિયા તપાસ કરવામાં આવી

૨૭-ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

લગ્ન પહેલા દરેક નવદંપતિએ થેલેસેમિયા ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી

લોહાણા, સિંધી, ભાનુશાલી અને ખોજા જ્ઞાતિમાં થેલેસેમિયા વધારે પ્રમાણમાં જોવા મળે છે

થેલેસેમિયા ટેસ્ટ માટે માતા પિતા જાગૃત બને અને તપાસણી કેમ્પ માટે સામાજિક સંસ્થાઓ આગળ આવે એ વર્તમાન સમયની માંગ

મુન્દ્રા કચ્છ :- ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરપરાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં વેરાઈ કૃપા સોસાયટી મધ્યે આવેલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મુન્દ્રા 4 ખાતે યોજાયેલ કેમ્પમાં મુન્દ્રાની 18 સગર્ભા બહેનોની થેલેસેમિયા તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી.મેડિકલ ઓફિસર ડો. રુચિતાબેન ધુઆના માર્ગદર્શન હેઠળ યોજાયેલ કેમ્પમાં કેન્દ્રના સુપરવાઈઝર પ્રકાશભાઈ ઠકકર, સ્ત્રી આરોગ્ય કાર્યકર રમીલાબેન વસરા, હર્ષિકાબેન ધાયાણી, મિરલબેન કનાન, કાજલબેન માતા, અક્ષીતાબેન બરાડીયા તથા સ્થાનિક આશાઓ હંસાબેન સોની, મંજુલાબેન ગોહિલ, કોમલબેન મહેશ્વરી, જમનાબેન સોધમ, લક્ષ્મીબેન મહેશ્વરી તથા ભૂમિકાબેન ફોફિંડીએ સેવા આપી હતી. જ્યારે રેડક્રોસના લેબોરેટરી ટેકનેશિયન મુકેશભાઈ મહેશ્વરીએ સેમ્પલ કલેક્ટ કર્યા હતા.તાલુકા આરોગ્ય અધિકારી ડો. કૈલાશપતિ પાસવાને થેલેસેમિયા અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે થેલેસેમિયા એ લોહીનો વારસાગત રોગ છે તેના માઇનોર અને મેજર એમ બે પ્રકાર છે પતિ અને પત્ની બંનેને થેલેસેમિયા માઇનોર હોય તો તેનો બાળક થેલેસેમિયા મેજર જન્મે એની 25% શક્યતા રહેલી છે આ બાળક જન્મે ત્યારે એકદમ સ્વસ્થ અને નોર્મલ જ હોય છે પરંતુ એકાદ બે મહિના પછી માતાના ગર્ભમાંથી જે લોહી મળ્યું હોય તે પુરવઠો ખલાસ થઈ જતા બાળક નબળું પડવા લાગે છે અને એનો વિકાસ અટકી જાય છે. થેલેસેમિયા ભોગ બનેલ બાળકને મહિનામાં બે વાર લોહી ચડાવવું પડે છે અને મોંઘા ભાવના ઇન્જેક્શનનો લેવા પડે છે જેનો મહિને અંદાજિત 5000 જેટલો ખર્ચ થઈ જતો હોય છે આ બધું કરવા છતાં બાળકનું આયુષ્ય 15 થી 20 વર્ષ જેટલું જ મર્યાદિત હોય છે. પોતાનું બાળક લાંબુ નહીં જીવે એ જાણવા છતાં મન મજબૂત રાખીને પોતાના વહાલસોયા બાળકની સેવા – સારવાર કરનાર માતા – પિતા અને સમગ્ર પરિવાર આર્થિક, માનસિક અને સામાજિક રીતે ભાંગી પડે છે. આનો એકમાત્ર ઉપાય જો લગ્ન પહેલા જ નવદંપતીની થેલેસેમિયા તપાસ કરવામાં આવે તો થેલેસેમિયા મેજર સાથે જન્મતા બાળકને રોકી શકાય છે. વિશ્વના 60 દેશોમાં આ ભયાનક આનુવંશિક રોગ જોવા મળે છે માતા-પિતાની અજ્ઞાનતા અને જાગૃતિના અભાવે દર વર્ષે એકલા ભારતમાં જ થેલેસેમિયા મેજર વાળા 7000થી વધુ બાળકો જન્મ લે છે. આ કોઈ ચેપી રોગ નથી આમ છતાં તમામ ધર્મ અને જાતિના લોકોમાં જોવા મળે છે પરંતુ આપણે ત્યાં લુહાણા, સિંધી, ભાનુશાલી, ખોજા, વણકર અને મુસ્લિમ જ્ઞાતિમાં વધારે પ્રમાણમાં થેલેસેમિયા રોગનું પ્રમાણ જોવા મળે છે. ત્યારે સગાઈ પહેલાં જ યુવક અને યુવતીનું એક વખત થેલેસેમિયાને ટેસ્ટ ફરજીયાત કરાવવામાં આવે એ માટે સામાજિક સંસ્થાઓ આગળ આવે એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે નહિતર આવનારી ભાવી પેઢી આપણને માફ નહીં કરે આ માટે કોલેજ કક્ષાએ પણ થેલેસેમિયા તપાસણી કેમ્પ યોજી શકાય એમ એક યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!