GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

“તપોવન”-સમાજ જીવનનુ બારીક નીરીક્ષણ

 

         “વડીલ વાત્સલ્યધામ,જામનગર પાસે વયવંદના મંદિર બન્યુ છે

જામનગર (ભરત ભોગાયતા)

તપોવન ફાઉન્ડેશન દ્વારા માતૃશ્રી શ્રીમતી ઈચ્છાગૌરી છોટાલાલ જાની “વડીલ વાત્સલ્યધામ”નું,વીજરખી રોડ,જામનગર પાસે ૨૦૧૮માં નિર્માંણ કરવામાં આવ્યુ આ વયવંદના મંદિર છ વર્ષમાં જ ખૂબ જ પ્રસિદ્ધ બની ગયુ છે તેનો પ્રચાર “સેવા”થી થતો જ રહે છે

સમાજજીવન એવા ત્રિભેટે આવીને ઉભુ છે કે ભવિષ્ય વિષે કઇજ કહી ન શકાય, આ અનસર્ટેનીટીનો યુગ છે કુંટુંબ ભાવના આપણી પરંપરા છે માતા પિતા ગુરૂ વડીલોનો આદર સત્કાર એ આપણી સંસ્કૃતિ છે પરંતુ કોણ જાણે કેમ હાલના સમયમાં વૃદ્ધાશ્રમો,અનાથાશ્રમો,કન્યાઓ અને સ્રીઓને લગતા આશ્રમો,દિવ્યાંગઆશ્રમોની એટલી જરૂરીયાત ઉભી થઇ ગઇ છે કે ન પુછો વાત છેલ્લા પચાસ વરસથી આ જરૂરીયાત ધીમે ધીમે શરૂ થઇ અને છેલ્લા પચીસ વર્ષમાં તો અનેકગણી વધી ગઇ હોઇ મુલ્યોના જતનની વાત જાણર બેઅસર થઇ ગઇ બીજી તરફ અમુક અમુક ન ટાળી શકાય તેવા સંજોગોને આધીન પણ આધાર વગર રહી ન શકાય તેવી સ્થિતિ બની રહી છે તે વાસ્તવિકતા પણ સ્વીકારવી જોઇએ

અગાઉ સંયુક્ત પરિવારમાં ગામડેથી આવેલા સગા સ્નેહીના સંતાનો બહોળા પરીવારના સંતાનો સાથે ઉછરતા ભણતા ગણતા રમતા રમતા મોટા થઇ જતા બાદમાં પણ એકબીજાના સહારે સૌ નભી જતા અને પેઢીઓ સચવાતી પરંતુ કળયુગનુ ગ્રહણ આઠેક દાયકાથી આધુનિકતાની સાથે જલાગવા મંડ્યુ કે હુ અને મારૂ કુટુંબ ત્યા સુધીબધુ સિમિત થય ગયુ,બાદમાં સ્વતંત્રતા સ્વચ્છંદતામા ક્યારે પરીણમી ખબર ન પડી હુ ને મારા સંતાન મારી પત્ની બસ…….વડીલો નહી….સાંજા માંદા નહી….ખોટ ખાંપણ વાળા નહી….અને આ અરેરાટીભરી સ્થિતિમાં જુદા જુદા આશ્રમોએ ચિકિત્સાલયોએ સેવાકરનારાઓના સંકુલોએ માનવતાનો સાદ દીધો કે ” મુંઝાવ નહીઅહી તમારૂ ઘર છે,એ વડીલો,એ દીવ્યાંગો,એ બિમારો અમે સેવા કરીશું” આ ભાવના જ પુણ્યકારી છે તો આ સેવા કેટલી પુણ્યકારી હોય…..જીવનમાં નોંધારા થવુ ,પાંગળા થવુ,પરવશુ થવુ તેથી મોટી વિકટ પરીસ્થિતિ બીજી શું હોય? માન ન મલે, રોટલો ન મળે,રોજગાર ન મળે, શરીર સાથ ન આપે કોઇ મરણ મુડી ન હોય પરીવારનો કે કોઇ સગાનો સ્નેહીઓનો સાથ અને આશરો નમળે ત્યારે આવા સૌ વડીલોની સરવા કરવી એ તપ કહેવાય આ તપ તપોવન ફાઉન્ડેશન જામનગરમાં કરી રહ્યુ છે.

____________________
સંસ્થાના વિવિધ “સેવાયજ્ઞ”
_____________________

આ ટ્રસ્ટના ફાઉન્ડર શ્રી રાજેનભાઈ જાની, ટ્રસ્ટીશ્રી પ્રો. શ્રીમતિ વસુબેન ત્રિવેદી (પૂર્વમંત્રીશ્રી-ગુજરાત) તથા ટ્રસ્ટી શ્રી પરેશભાઈ જાનીના માર્ગદર્શન મુજબ નીચે મુજબની સેવાકીય પ્રવૃતિઓ થાય છે.

૧. વયવંદના સ્વરૂપે નિઃસંતાન અથવા દિકરીના માતા-પિતાને હુંફ આપતું આધુનિક સુવિદ્યાઓ સાથે સુસજજ નિઃશુલ્ક “વડીલ વાત્સલ્યધામ”.

૨. મા-બાપ વિહોણી અથવા તો પિતા વિહોણી, અલગ-અલગ જ્ઞાતિની ૧૬ અનાથ દિકરીઓના મા-બાપ બની સમૃધ્ધ કરીયાવર સાથે સમુહ લગ્ન “કન્યાદાન લગ્નોત્સવ” નું આયોજન કર્યું.

૩. “કન્યાદાન લગ્નોત્સવ” માં ૧૬ નિઃસંતાન દંપતિઓને સર્વે દાનમાં શ્રેષ્ઠ એવા કન્યાદાનનો લાભ આપ્યો.

૪. ‘વડીલ વાત્સલ્યધામ’ ના વડીલોને હવાઈ યાત્રા સાથે હરિદ્વાર, ઋષિકેશ, ગોકુલ, મથુરા અને વૃંદાવનની તીર્થયાત્રા કરાવવામાં આવી.

૫. કોરોનાની મહામારીમાં ગુમાવેલા સ્વજનોનાં મૃત્યુ પછીની શાસ્ત્રોકત વિધિ કોરોના સંક્રમણના ભય સામે પોતાના અને પરિવારનો વિચાર કર્યા વિના કરનાર કર્મકાંડી ભુદેવોનું બહુમાન.

૬. કોઇપણ સમાજની દિકરીના લગ્ન નિઃશુલ્ક રીતે હિન્દુ શાસ્ત્રોકત વિધિથી કરાવવા. સંસ્થાના આધુનિક હોલમાં – મર્યાદિત સંખ્યામાં ભોજન સહિતનો ખર્ચ પણ સંસ્થા વહન કરે છે.

૭. યજ્ઞોપવિત વિધિ એટલે કે જનોઈની વિધિ પણ સંસ્થા તરફથી નિઃશુલ્ક રીતે કરાવી આપવામાં આવે છે.

૮. કોઇપણ સંસ્થા, સત્સંગ મંડળ કે વ્યકિતગત આયોજિત સપ્તાહ જેવા ભગવદીય કાર્ય માટે સંસ્થા દ્વારા નિ:શુલ્ક વ્યવસ્થા આપવામાં આવશે.

૯. હરેશ્વર મહાદેવ મંદિર તથા તેના પ્રાંગણમાં આવેલ વિશાળ યજ્ઞ મંડપમાં બધાજ તહેવારોની ઉજવણી પૂજા તથા યજ્ઞ માટેની સંપૂર્ણ નિઃશુલ્ક વ્યવસ્થા.

૧૦. કુદરતી આફતના સમયે જરૂરીયાતમંદોને ભોજન વિતરણ. કોરોનાના કપરા કાળમાં ૧૩૦૦૦ થી વધુ લોકો સુધી તૈયાર ભોજન તથા કીટ તૈયાર કરી પહોચાડયા તથા મંદિરોમાં નિઃશુલ્ક સેનીટાઇઝેશન કર્યુ.

૧૧. વૃક્ષારોપણ અને પર્યાવરણની જાળવણી તેમજ તુલસીના રોપાનું ઘેર-ઘેર વિતરણ.

૧૨. બ્લડ ડોનેશન કેમ્પ.

૧૩. ડેન્ગ્યુ જેવા રોગ સામે પત્રિકા વિતરણ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં લોકજાગૃતિ અભિયાન.

૧૪. ગ્રામ્ય બાળાઓ સાથે નવરાત્રી ઉત્સવની ઉજવણી.

તપોવન ફાઉન્ડેશન જામનગર – પાન નંબર: AADTT3946R

CIT (મુક્તિ) અમદાવાદ/80G/2020-21/A/10179

_________________________

સંસ્થાનો ભાવ,ઉમળકો,સમર્પિતતા
__________________________

માનવજીવન પરમકૃપાળુ પરમાત્માની એક મહામુલી ભેટ છે. ક્યાં કુટુંબમાં અને ક્યાં ઘરમાં જન્મ લેવો તે મનુષ્યના હાથમાં નથી. જન્મ પછીનું જીવન પણ દરેક મનુષ્ય માટે એકસરખું નથી. સારા કે
સંઘર્ષવાળા સંજોગોનો સામનો મનુષ્ય જીવનના અમુક વર્ષો સુધી તો એક યા બીજી રીતે કરતો રહે છે, પરંતુ ઉંમર વધતા કામ કરવાની શકિત ઘટે છે, એક યા બીજી માંદગી આવતી હોય છે, સતત કોઇનો પ્રેમ, હુંફ અને સંભાળ મળી રહે તેવી શારીરિક અને માનસિક સ્થિતિ નિર્માણ થાય છે. પોતાની યુવાવસ્થામાં હિંમત અને ખુમારીથી રહેલ વ્યકિતની પાસે બેસનાર કે ખબર અંતર પુછનાર કોઈ સ્વજન ન હોય ત્યારે એકલતા એના જીવનને કોરી ખાય છે.

આ સ્થિતિમાં જે વડિલો નિઃસંતાન અથવા દિકરીના માતા-પિતા છે તેમની કોઈ કાળજી કરનાર ન હોય અને એકાંતની અસહ્ય પીડા અનુભવતા હોય તેવા વડિલો માટે સહાનુભૂતિ – સદભાવનાના સંસ્કાર સાથે વર્તમાન સામાજીક ચિંતા હળવી કરવાનો “તપોવન ફાઉન્ડેશન સંચાલિત , ઇચ્છાગૌરી છોટાલાલ જાની, વડીલ વાત્સલ્ય ધામ,વીજરખી રોડ,તા.જી.જામનગર” નો પ્રયાસ છે.

આ ‘વડીલ વાત્સલ્યધામ’ માં નાત, જાત ના ભેદભાવ વિના વડિલોને તમામ સુવિદ્યાઓ વિના મૂલ્યે (નિશૂલ્ક) આપવામાં આવે છે. આ ‘વડીલ વાત્સલ્યધામ’ માં રહેતા વડિલો પાસેથી કોઈપણ પ્રકારની રકમ લેવામાં આવતી નથી.

આ ઉમદા કાર્યને આગળ ધપાવવા સમાજના સુખી, સમૃદ્ધ અને સંપન્ન લોકો ‘વય વંદના’ ના કર્તવ્યભાવે આર્થિક સહયોગ માટે આગળ આવે તે આવશ્યક છે, આ પાવનધામમાં વડિલો સાથે ભોજન લઇ આર્થિક સહયોગ આપી પ્રસંગને આશિર્વાદરૂપ બનાવી શકાય છે.

જન્મદિવસ, લગ્ન દિવસ, શુભ પ્રસંગ તેમજ સ્વજનોની

પુણ્યતિથિ નિમિતે ભોજન સયોગ આવકાર્ય છે.

ભોજન એક ટંક મિષ્ટાન સાથે રૂા. ૫૦૦૦/-

આખો દિવસ નો સંપૂર્ણ ખર્ચ રૂા. ૧૧૦૦૦/-

દાન માટે QR સ્કેન કરો

બેંકની વિગતો

ખાતાનું નામ: તપોવન ફાઉન્ડેશન, જામનગર.

બેંકનું નામ: HDFC BANK LTD. વર્તમાન ખાતું

શાખા: પાર્ક કોલોની, જામનગર.

એકાઉન્ટ નંબર: 50200038909140

IFSC કોડ: HDFC0000177

__________________________

વૃદ્ધાશ્રમ (વડીલ વાત્સલ્યધામ) વિષે
_____________

વસુધૈવ કુટુંબકમની ભાવનાનો આદર્શ જે સમાજની સંસ્કૃતિ છે તે સમાજમાં આવા કપરા સમયમાં પણ પરમકૃપાળુ પરમાત્માના આશિર્વાદ, માતા-પિતાના ગર્ભસ્થ સંસ્કાર અને સમાજ પ્રત્યેની કર્તવ્ય ભાવનાથી સરકારની કે કોઇપણ વ્યકિતની આર્થિક મદદ વિના નિઃસંતાન અથવા દિકરીના માતા-પિતા હોય તેવા વડિલોને જીવનના સંધ્યાકાળે વાત્સલ્યસભર અને કૌટુંબિક વાતાવરણ મળી રહે તેવું કાર્ય કરવાનો ભેખ મુંબઈના રહેવાસી એવા શ્રી રાજેન છોટાલાલ જાનીએ લીધો, સંસ્કૃતિના સંરક્ષક બની સામાજીક ઋણ ચુકવવા પોતાનાથી સંભવ એટલું અમુલ્ય યોગદાન આપ્યુ. એમનું આ ઉમદા કાર્ય સમાજના પ્રહરીઓ માટે પથદર્શક અને પ્રવૃત્તિનું શકિત કેન્દ્ર બન્યુ છે.

જામનગર શહેરથી લગભગ ૧૫ કીલોમીટરના અંતરે વીજરખી ડેમ પાસે પ્રકૃતિના સાનિધ્યમાં “માતૃશ્રી શ્રીમતી ઇચ્છાગૌરી છોટાલાલ જાની ‘વડીલ વાત્સલ્યધામ’ ” નિર્માણ પામ્યુ છે. સમાજમાં રહેલ નિઃસંતાન, દિકરીના માતા-પિતા, વડિલોને જીવનના સંધ્યાકાળે વાત્સલ્યસભર અને કૌટુમ્બીક વાતાવરણ આ ‘વડીલ વાત્સલ્યધામ’ માં મળે છે.

સમાજને પથદર્શક બને તેવા આ ઉમદા કાર્યની શુભ શરૂઆત તા. ૨૭-૭-૨૦૧૮, શુક્રવાર ગુરૂપૂર્ણિમાના શુભ દિવસે આદરણીય શ્રીમતિ આનંદીબેન પટેલ (માનનીય રાજયપાલશ્રી, ઉતરપ્રદેશ તેમજ પૂર્વ મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય) ના વરદ હસ્તે થયેલ.

આ ‘વડીલ વાત્સલ્યધામ’ માં કુલ ૩૦ રૂમ છે. દરેક રૂમ આધુનિક સુવિધાઓ સાથે સુસજજ છે. પાંચ માળના બિલ્ડીંગમાં લીફટ તથા જનરેટરની સુવિદ્યા, દરેક માળમાં સામુહિક ટી.વી. જોવાની વ્યવસ્થા (લીવીંગરૂમ), સામુહિક સાધના માટે કે અન્ય સામુહિક પ્રવૃત્તિ માટે સત્સંગ હોલ, સુઘડ અને સુવ્યવસ્થીત કિચન અને સ્ટોર સાથે અદ્યતન મોટો ડાઇનીંગ હોલ વગેરે વ્યવસ્થા છે. તદ્ઉપરાંત પ્રાંગણમાં રાજસ્થાનના બંસીપાલ પથ્થરથી નિર્માણ થયેલ દેવાધિદેવ શ્રી હરેશ્વર મહાદેવના ભવ્ય શિવાલય,યજ્ઞશાળા તેમજ સુંદર બગીચાનું પણ નિર્માણ કર્યુ છે.

આ ‘વડીલ વાત્સલ્યધામ’ ‘વયવંદના’ નું મંદિર બની રહે તેવો અમારો હાદયભાવ છે. સૌ એક પરિવાર બનીને આ મંદિરમાં સામુહિક આરાધના કરી આ વડીલ વાત્સલ્યઘામને સમાજમાં ગૌરવભર્યું સ્થાન અપાવીએ તેવી પણ પ્રભુ પ્રાર્થના છે.તેમ શ્રી
રાજેનભાઈ જાની,ફાઉન્ડર,શ્રીમતિ વસુબેન ત્રિવેદી (પૂર્વ રાજ્યમંત્રીશ્રી, ગુજરાત) ટ્રસ્ટીશ્રી,શ્રી પરેશભાઈ જાની ટ્રસ્ટીશ્રી તપોવન ફાઉન્ડેશન, જામનગર જણાવે છે

______________________
—-regards

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)

Journalist (govt.accredate)

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!