GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૬: ૭૦ દક્ષિણ રાજકોટ વિધાનસભા બેઠકના મતદારો ૨૯ અને ૩૦ નવેમ્બરે

તા.૨૭/૧૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: ૭૦ દક્ષિણ રાજકોટ વિધાનસભા બેઠકના જે મતદારોને તેમના મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણાના ગણતરી ફોર્મ જમા કરાવવાના બાકી છે, તેઓ ૨૯ તથા ૩૦ નવેમ્બર ના રોજ નીચેના સ્થળોએ તેમના ફોર્મ જમા કરાવી શકશે.

(૧) મામલતદાર રાજકોટ શહેર દક્ષીણ ની કચેરી, પી.ડી. માલવીયા કોલેજ પાસે, રાજકોટ

(૨) વોર્ડ નં.૭, ૮, ૧૩,૧૪, ૧૭, ૧૮ ની વોર્ડ ઓફીસ

(૩) સંબંધિત મતદાન મથક ખાતે

તા.૨૯/૧૧/૨૦૨૫ના રોજ બપોરના ૧૨:૦૦ કલાક થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી અને તા.૩૦/૧૧/૨૦૨૫ના રોજ સવારે ૧૦:૦૦ કલાક થી સાંજના ૫:૦૦ વાગ્યા સુધી મતદારો ઉપરોક્ત સ્થળોએ તેમના ફોર્મ જમા કરાવી શકશે.

મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજ્યની સૂચના મુજબ મતદારયાદી ખાસ સંક્ષીપ્ત સુધારણા કાર્યક્રમ (SIR) ૨૦૨૬ અંતર્ગત આ આયોજન કરવામાં આવેલ છે. જેનો લાભ લેવા મતદારોને મતદાર નોંધણી અધિકારી,

૭૦-રાજકોટ દક્ષીણ વિધાનસભા મતવિસ્તાર અને પ્રાંત અધિકારી રાજકોટ શહેર-૧ ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!