GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટની ધોળકીયા શાળા ખાતે કઠપૂતળીના ખેલ, નાટક, નૃત્ય થકી મતદારોને પવિત્ર ફરજ અંગે જાગૃત કરાયા

તા.૨/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

તાલુકા પંચાયત રાજકોટની મહિલાકર્મીઓએ સામૂહિક મહેંદી દ્વારા આપ્યો “અચૂક મતદાન”નો સંદેશ

Rajkot: રાજકોટ જિલ્લામાં આગામી લોકસભા ચૂંટણી માટે તા. ૦૭ મે ૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે.જેમાં સૌ રાજકોટવાસીઓ પોતાના પવિત્ર મતદાનની ફરજ અંગે જાગૃત થઈ, મતદાન કરે તે માટે “સ્વીપ” દ્વારા વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમો અંતર્ગત રાજકોટ શહેરની ધોળકીયા સ્કુલ ખાતે કઠપૂતળીના ખેલ, નૃત્ય અને નાટક થકી મતદારોને પવિત્ર ફરજ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત સર્વેએ મતદાન અંગેના શપથ લઈ મતદાન કરવાનો દૃઢ સંકલ્પ લીધો હતો.

જિલ્લાનાં વધુ ને વધુ નાગરિકો મતદાન કરે અને અન્યને પણ લોકશાહીના આ પર્વમાં સહભાગી થવા પ્રેરણા આપે એવા શુભ હેતુસર તાલુકા પંચાયત કચેરી રાજકોટ ખાતે મહિલા કર્મચારીઓએ મતદાન અનુરોધ કરતી મહેંદી મૂકાવી અચૂક મતદાન કરવાના શપથ લીધાં હતાં. જેમાં મતદાન અચૂક કરો’, ‘મતદાન મેરા અધિકાર’, ‘વોટ ફોર નેશન’, ‘ચૂંટણીનું પર્વ, દેશનું ગર્વ’, ‘આઈ એમ રેડી ટૂ વોટ’ જેવા મતદાન જાગૃતિના વિવિધ સૂત્રોને અવનવી મહેંદીની ભાતમાં મૂકાવીને મહિલાઓ દ્વારા અનોખી રીતે અચૂક મતદાનનો સંદેશ આપવામાં આવ્યો હતો તેમ અધિક કલેકટર તથા સ્વીપના નોડલ અધિકારી શ્રી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!