GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ સંસદીય મતવિસ્તારમાં “મતદાન જાગૃતિ અભિયાન”નું આયોજન કરાયું

તા.૨૮/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ઘરે ઘરે જઈ વોટર ઇન્ફોર્મેશન સ્લીપ, માર્ગદર્શિકા પુસ્તિકાનું વિતરણ અને ફ્લેશ મોબના માધ્યમથી લોકોને મતદાન માટે પ્રેરિત કરાયા

Rajkot: દેશના તહેવાર એવા લોકશાહીના મહાપર્વમાં તમામ નાગરિકો ઉત્સાહભેર ભાગ લે તેવા વહીવટીતંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવે છે. જેમાં રાજકોટના ૭૩-ગોંડલ વિધાનસભા મતવિસ્તાર અને ૭૨ જસદણ વિધાનસભા વિસ્તાર ખાતે મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરાયું હતું.

ગોંડલના બુથ લેવલ ઓફિસરશ્રીઓએ ઘરે ઘરે જઈને તમામ મતદાતાઓને દેશ માટે દસ મિનીટ ફાળવવા અપીલ કરી હતી. તેમજ ઓફિસરશ્રી દ્વારા વોટર ઇન્ફોર્મેશન સ્લીપ અને માર્ગદર્શિકા પુસ્તિકાનું વિતરણ કરાવામાં આવ્યું હતું.

જસદણની છત્રી બજાર ખાતે નાગરિકો દ્વારા “ફ્લેશ મોબ”ના માધ્યમથી મતદાન માટે લોકોને પ્રેરિત કરાયા હતા. અને વહીવટીતંત્ર દ્વારા છત્રી બજાર ખાતે ઉપસ્થિત સર્વેને મતદાન પ્રક્રિયા અંગે વિગતવાર સમજાવ્યું અને ઉપસ્થિતોને મતદાન કરવા અપીલ કરી હતી. બજારમાં ઉપસ્થિત મતદાતાઓએ સ્વીપ સંબધિત પોસ્ટર્સ અને બેનર્સ સાથે હોંશભેર ફોટો પડાવી વહીવટી તંત્રનો જુસ્સો વધાર્યો હતો. અને ઉપસ્થિતોએ અચૂક મતદાનના શપથ ગ્રહણ કર્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!