GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ તાલુકામાં રૂ.૫.૭૪ કરોડનાં ખર્ચે બનેલા ત્રણ રસ્તાઓનું લોકાર્પણ કર્યું

તા.૩૦/૯/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

જીતેન્દ્ર નિમાવત

રસ્તો બનવાથી આ વિસ્તારનાં ખેડૂતોને હવે પરિવહનમાં સરળતા રહેશે: સ્થાનિક ધીરુભાઈ

પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણ તાલુકાના વિવિધ ગામોમાં રૂ.૫.૭૪ કરોડથી વધુ રકમના ખર્ચે બનેલા ત્રણ રસ્તાઓનું લોકાર્પણ કર્યુ હતું.

મંત્રીશ્રીએ રૂ.૨.૮૩ કરોડથી વધુ રકમના ખર્ચે બનેલા દોલતપર-ડોડીયાળા રોડ, રૂ.૧.૫૧ કરોડનાં ખર્ચે બનેલા સાણથલી-ડોડીયાળા રોડનું લોકાર્પણ કર્યું હતું. તેમજ રૂ.૧.૪૦ કરોડનાં ખર્ચે તૈયાર કરાયેલા વેરાવળ-સાણથલી-ડોડીયાળા રોડ પણ લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ડોડીયાળા, દોલતપર, વેરાવળ સહિતના ગ્રામજનોને શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે દોલતપરના રહેવાસી ધીરુભાઈએ મંત્રીશ્રીનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. રસ્તો નહોતો બન્યો ત્યારે ખેતર-વાડી વિસ્તાર સુધી જવામાં ખૂબ તકલીફ પડતી હતી પરંતુ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાનાં માર્ગદર્શન હેઠળ હાઈક્લાસ રસ્તો બનાવવામાં આવ્યો છે, જેથી હવે ખેડૂતો સરળતાથી આવન-જાવન કરી શકશે, ડોડિયાળા કે ગોંડલ સુધી પણ સરળતાથી પહોંચી શકાશે, તેમ સ્થાનિક ધીરુભાઈએ કહ્યું હતુ. રાજકોટ જિલ્લામાં થઈ રહેલા વિકાસનાં કામોને નાગરિકો ઉત્સાહભેર આવકારીને સંતોષ વ્યક્ત કરી રહ્યાં છે.

Back to top button
error: Content is protected !!