MEHSANAVIJAPUR

વિજાપુર એ. પી. એમ. સી. ના પૂર્વ સેક્રેટરી ને ઉચાપત માંથી મૂક્ત કરાયા

વિજાપુર એ. પી. એમ. સી. ના પૂર્વ સેક્રેટરી ને ઉચાપત માંથી મૂક્ત કરાયા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એ.પી.એમ.સી મા ફરજ બજાવતા એકાઉન્ટ અને પૂર્વ સેક્રેટરી ફરજ ઉપર હતા તે સમયે સંસ્થા દ્વારા સને ૨૦૦૪-૨૦૦૫ થી ૨૦૦૬-૦૭નુ ત્રણ વર્ષનું ઓડિટ સ્પેશિયલ ઓડિટર સહકારી મંડળી મેહસાણા ના વિનોદ એસ મોદી તરફ થી ઓડિટ કરવા મા આવ્યું હતુ જેમાં ઓડિટ દરમ્યાન સને ૨૦૦૪-૦૫ ના વર્ષમાં રૂ ૮,૭૭,૬૮૨/૧૩ અને વર્ષ ૨૦૦૫-૦૬ અને ૨૦૦૬-૦૭ મા રૂપિયા ૨૯,૮૧,૧૮૮/- ની ઉચાપત બહાર આવી હતી. જે પૈકી પાછલા બે વર્ષની ઉચાપત ની રકમ રૂપિયા ૨૯,૮૧,૧૮૮/- વ્યાજ સહિત રોહિત કે પટેલ તરફથી ભરવા મા આવેલ પ્રથમ વર્ષ ની બાકી રહેતી ઉચાપત ની રકમ રૂપિયા ૮,૭૭,૬૮૨/૧૩.વસૂલ કરવા સમિતિ તરફથી પૂર્વ સેક્રેટરી અમૃત ભાઈ પટેલ અને એકાઉન્ટન્ટ રોહિત ભાઈ પટેલ ને ગુનેગાર ઠેરવી ન્યાયની અદાલત મા ૩ જાન્યુઆરી ૨૦૦૮ મા સંસ્થા દ્વારા દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ ચીફ જસ્ટીસ ડી એ પટેલ ની અદાલત મા ચાલી જતાં કોર્ટે એકાઉન્ટન્ટ રોહિત ભાઈ કે પટેલ ને રૂપિયા ૮,૭૭,૬૮૨.૧૩ દાવો દાખલ કર્યા તારીખ થી વાર્ષિક ૬% ના સાદા વ્યાજ સહિત રકમ વસૂલ ના થાય ત્યાં સુધી ચૂકવી આપવા આદેશ કર્યો છે. જ્યારે પૂર્વ સેક્રેટરી અમૃત ભાઇ પટેલને ઉચાપત ની જવાબદારી માંથી મૂક્ત જાહેર કરવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!