GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ૧૭ થી ૨૧ માર્ચ દરમ્યાન ઓસમ પર્વત ખાતે યોજાશે રાજયકક્ષા સાહસ તાલીમ શિબિર
તા.૧૫/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રાજકોટ દ્રારા તા.૧૭-૦૩-૨૦૨૫ થી તા.૨૧-૦૩-૨૦૨૫ દરમ્યાન ઓસમ પર્વત,પાટણવાવ, તા.ધોરાજી, જિ.રાજકોટ ખાતે રાજયકક્ષા સાહસ તાલીમ શિબિર: ૨૦૨૪-૨૫નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજીત ૪૦૦ જેટલા યુવક-યુવતીઓ ભાગ લેશે. આ તાલીમ શિબિરમાં આપત્તિ વ્યવસ્થાપને લગત કામગીરી તેમજ અન્ય સાહસિક પ્રવૃત્તિઓથી શિબિરાર્થીઓને માહિતગાર કરવામાં આવશે તેમ, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.વી.દિહોરાની યાદીમાં જણાવાયું છે.