Rajkot: ગુજરાત સરકાર દ્વારા તુવેર પાક માટે ટેકાના ભાવથી ખરીદી કરાશે

તા.૩૦/૧૨/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ખેડૂતો તા.૨૧/૦૧/૨૦૨૬ સુધી ઓનલાઈન નોંધણી કરી શકશે
Rajkot: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને તેમની કૃષિકીય પેદાશોના આર્થિક રક્ષણ અને પોષણક્ષમ ભાવ મળી રહે તેવા હેતુથી, ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન તુવેર પાક માટે ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કરવામાં આવેલ છે. જેની ઓનલાઇન નોંધણી તા.૨૧/૦૧/૨૦૨૬ સુધી ચાલનાર છે.
જે અન્વયે અરજી કરવા માંગતા ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VLE/VCE મારફતે L1 POS machine થકી આધાર ઓથેન્ટીફીકેશન અથવા મોબાઈલ એપના માધ્યમથી ફેસ ઓથેન્ટીફીકેશનથી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી ઓનલાઇન કરાવવાની રહેશે. જે માટે જરૂરી સાધનિક કાગળો જેવાકે ગામનો નમૂનો ૮-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા ૭/૧૨, આધાર કાર્ડની નકલ, બેન્ક પાસબુકના પ્રથમ પાનાની નકલ (IFSC કોડ સાથે) સાથે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે.
વધુ માહિતી માટે ગ્રામ્ય કક્ષાએ સંબંધિત ગ્રામ પંચાયત કચેરીના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યુર (VCE) અથવા ગ્રામ સેવકશ્રી તથા તાલુકા કક્ષાએ TLEનો સંપર્ક કરવા રાજકોટ જિલ્લા પંચાયત કચેરીની ખેતીવાડી શાખાની યાદીમાં જણાવાયું છે.



