GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: તંદુરસ્તી સાથે લોકશાહીની પણ સંભાળ – દવા લેતા સમયે યાદ કરાવશે મતદાન સંદેશો

તા.૨૯/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

મેડિકલ સ્ટોરમાં દવાની સ્ટ્રીપ સાથે અપાતી મતદાન સંદેશની સ્લીપ

Rajkot: બીમાર લોકો તંદુરસ્તી માટે જરૂરી દવા લેશે ત્યારે ટાઈમ ટુ ટાઈમ મતદાન તારીખ અને “મતદાન ચોક્કસ કરીએ” નો સંદેશો પણ સતત યાદ અપાવે તેવી પહેલ રાજકોટના મેડિકલ સ્ટોર્સ દ્વારા કરવામાં આવી રહી છે.

રાજકોટના એ.બી.સી. મેડિકલ સ્ટોર, વિકાસ મેડિકલ સ્ટોર, ગિરિરાજ સહિતના સ્ટોર પર કસ્ટમર જયારે દવા ખરીદે ત્યારે ટેબ્લેટની સ્ટ્રીપ સાથે મતદાન તારીખ અને મતદાન અચૂક કરીશ સંદેશની સ્લીપ પણ પીનઅપ કરી આપવામાં આવે છે. જે દર્દીઓને દવા લેતા સમયે સતત યાદ અપાવશે મતદાન કરવાની. એટલું જ નહીં તેમના પરિવારજનો પણ દર્દીને દવા આપે ત્યારે તેઓને પણ આ સંદેશ મળતો રહેશે.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશી અને સ્વીપના નોડેલ ઓફિસર જીજ્ઞાશાબેન ગઢવી દ્વારા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં મતદાન જાગૃતિ અર્થે શાળા, કોલેજ, મોલ, ખાનગી સંસ્થાઓ અને ઈન્ડસ્ટ્રીઝમાં લોકજાગૃતિની આગવી પહેલમાં મેડિકલ સ્ટોર પણ જોડાઈ લોકશાહીના પર્વમાં દર્દીઓ અને તેમના પરિવારજનોને જોડી લોકશાહીની તંદુરસ્તની પણ ખેવના કરી રહ્યા છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!