GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: વિશ્વ સૌચાલય દિવસની ઉજવણી કરાઇ; રાજકોટ જિલ્લામા ૫૫ લાભાર્થીઓને વ્યકિતગત શૌચાલયની મંજુરી અપાઈ

તા.૧૯/૧૧/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
કાગવડ ખાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ SBM-G અંતર્ગત સામુહિક શૌચાલયનું ખાતમુહૂર્ત કર્યુ
Rajkot: રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લામાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી અંતર્ગત શૌચાલયના લાભાર્થીઓને સહાય મંજૂરી આપવામાં આવી હતી.
વિશ્વ શૌચાલય દિવસ અંતર્ગત કાગવડ ગામે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ. નવનાથ ગવ્હાણેના હસ્તે SBM-G અંતર્ગત સામુહિક શૌચાલયનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એ.કે. વતસાણી, તાલુકા વિકાસ અધિકારી શ્રી, સરપંચ શ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત જિલ્લામાં દરેક તાલુકામાંથી ૫ લાભાર્થી મળીને કુલ ૫૫ લાભાર્થીને ઓનલાઈન મંજુરી આપી તાલુકા વિકાસ અધિકારી હસ્તક વ્યકિતગત શૌચાલયના લાભાર્થીઓને શૌચાલયની મંજુરી આપવામાં આવી હતી.





