અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : ઉઘરાણામાં અવલ્લ અરવલ્લી ICDS વિભાગના અધિકારીઓ ને કર્મચારીઓ ની ચિંતા નથી…?
આંગણવાડી વર્કર અને હેલ્પરો ની દિવાળી ન બગડે તે માટે દિવાળી પહેલા તમામ બાકી રહેલ રકમોના ચુકવણા કરવા અરવલ્લી જિલ્લા ICDSના પ્રોગ્રામ ઓફિસરને પત્ર લખ્યો
અરવલ્લી જિલ્લા ICDSના પ્રોગ્રામ ઓફિસરને ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ અરુણ મહેતાએ આંગણવાડી વર્કર અને હેલ્પરો ની દિવાળી ન બગડે તે માટે દિવાળી પહેલા તમામ બાકી રહેલ રકમોના ચુકવણા કરવા પત્ર લખી વિનંતી કરી.જેમાં નીચે મુજબની બાબતો નો સમાવેશ પત્રમાં કરવામાં આવ્યો છે (1) બાળકોના પોષણ આહારના તમામ બિલો છ માસથી ચુકવાયા નથી.(૨) ગેસના બાટલના બિલો છેલ્લા એક વર્ષથી તમામ ઘટકમાં ચૂકવાયા નથી(૩) ઉજવણી ના બિલો, મંગળ દિવસ પોષણ સપ્તાહ અને પોષણમાં સહિતના ઉજવણીના બિલો એક વર્ષથી ચૂકવાયા નથી જે બહેનોએ પોતાના ખિસ્સાના ખર્ચે ઉજવણી કરેલ છે.(૪) આંગણવાડી કેન્દ્રમાં રોજિંદી જરૂરિયાત માટેની કન્ટીજનસી ની રકમ બે વર્ષથી ચૂકવાઇ નથી જે બહેનો ખર્ચે સાધનો લાવે છે તે ચૂકવવાના(૫) આંગણવાડી કેન્દ્રની મુલાકાત સમયે ફરજિયાત રીતે રજીસ્ટર તૈયાર રાખવાનું કહેવામાં આવે છે અને તે તૈયાર ન હોય તો એની નોટિસો આપવામાં આવે છે પરંતુ બે વર્ષથી આંગણવાડી કેન્દ્રોમાં રજીસ્ટરો આપવામાં આવ્યા નથી, જે આંગણવાડી વર્કરોએ કિસ્સાના ખર્ચે બનાવવા પડે છે(૬) ભાડાની આંગણવાડી કેન્દ્રના મકાનોના ભાડા મોટાભાગના જિલ્લામાં એક એક વર્ષથી ચૂકવવામાં આવેલ નથી અને તે ફરજિયાત પણે આંગણવાડી વર્કરે પોતાના ખિસ્સામાંથી ચૂકવવા પડે છે તે તાત્કાલિક દિવાળી પહેલા ચૂકવવામાં આવેની માંગ કરવામાં આવી હતી જે પત્ર અરવલ્લી જિલ્લા ICDSના પ્રોગ્રામ ઓફિસરને લખ્યો હતો